પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગણી બેઠો નહીં. આ સમાચાર શેઠાણીને થતાંજ આનંદ પામી. રંગમાં આવી મન સાથે બોલી કે, 'આ ગુણીયેલ નર હોય એમ જણાય છે. જરૂર એ મારા મનની વેદના મટાડશે. હવે નીરાશ થવું નહીં પડે. હવે રંગ જામશે ખરો. એટલું કહી તે શેઠાણીએ દુધનો કટોરો ભરી દાસીને આપી કહ્યું કે, 'જા, તે ચતુર નરને આપ.' વારૂ બાઇ ! એટલું કહી તરત દાસીએ દુધનો પ્યાલો લઇ બીરબલને આપ્યો. તે લઇને બીરબલે કહ્યું કે, 'અહો દાસી તારી રમણીક રમાને કહેજે કે મારૂં દુધ બ્રાહ્મણનું છે.' આ સંદેહ ટાળતાં જ તે છબીલી ઘણી જ ખુશી થઇ અને લ્હેરે ચઢી ફુલની છાબ ભરી મોકલાવી. તે છાબ લઇ તેમાંથી બે સુંદર ગુલાબનાં ફુલ ઉંચકી લઇને બીરબલે કહ્યું કે તારી ગુણીયલ ગોરીને વીદીત કરજે કે તારા ને મારા સિવાય આ છાની વાત બીજો કોઇ પણ જાણી શકનાર નથી ! બીરબલે આટલી ખાત્રી આપવા છતાં તેણીને પુરતો સંતોષ ન મળવાથી ફરીને ચોળી નાંખેલા અતલશના તાકાને ઘડીબંધ બનાવવાને મોકલ્યો. ત્યારે તે ચોળી નાખેલા તાકાને લઇ બીરબલે બરાબર ઘડ બેસાડી કહ્યું કે, 'જા, તારી ચતુર શેઠાણીને કહે કે, નિર્ભયી તારી મનકામના પુર્ણ કરવાને તત્પર થા. શીદને અકળાય છે. ઉન્મદ બની મર્યાદા લોપવા જતાં ડર રાખવાથી કદી પણ કાર્ય સિધ્ધ થતું નથી. ન કરે નારાયણને વાતને વા લઇ જશે તો પછી તે વાતને ઢાંકી દેવામાં મારામાં શક્તિ છે. માટે જરા પણ ચિંતા રાખીશ નહીં.' દાસીના મુખેથી સર્વ હકીકત સુણતાંજ તે રમણીક સુંદરી રતી રણ રમવાને અલંકારી આભુષણો સજી ઝાંઝરોનો રણકારો બોલાવતી બીરબલના કોમળ કંઠમાં કમર સરખા પોતાના નાજુક કરને નાંખી હસ્તે મુખડે ભેટીને ચુંબનો આપી લઇ મદનભુવનમાં લઇ જઇ વિરહ અગ્નિને શાંત કરી આનંદ પામી. આખી રાત કામશાસ્ત્રનો લહાવો લઇ બંને જણ આનંદ પામ્યાં. સહવાર પડી, નીરૂપાયે બીરબલને ત્યાંથી જવાની રજા થઇ, રંગ મહેલની બહાર આવી અપરાધ થયો હોય તેની ક્ષમા માગી મસ્તક નમાવી કોમળ સ્વરે કહ્યું કે,'અહે મદન મુરતી ! તમારા ચરણકમળની અભીલાષીણીને ફરીને પધારી ક્યારે દર્શન દેશો ? જો જો ભુલી જશો નહીં ? આ તન મન ધન આજથી તમને અરપી ચુકી છું. માટે જુદાઇ રાખશો નહીં. ઇચ્છા હોય તે બે ધડક હુકમ ફરમાવશો. જરા પણ મનમાં શંકા રાખોતો આપને મારા સમ છે.' આવી રીતે બંને પ્રેમની વારતા કરી આંખોનાં અણીયારાં નચાવતાં નચાવતાં છુટાં પડ્યાં. રંગ રસમાં તરબોલ થઇ પાછા ફરેલા બીરબલની જે જે બીના બની હતી તે તે સઘળી છુપી રીતે અકબરે જોઇ હતી.તેથી તે દીલગીરના દરિયામાં ડુબી જઇ ખેદ પામી મન સાથે કહેવા લાગ્યો કે, 'રંગ છે બીરબલ રંગ છે તારી બુદ્ધિને ? તારા જેવી બુદ્ધિ જો મારામા હત તો હું શું મુરખ બનત ? મોંમાં નાખેલો કોળીઓ પાછો કાઢવો પડત ? આ પણ કુદરતની ખુબી છે ! જેના નસીબનું હોય તેજ ભોગવે. મેં તો પ્રથમ કોળીએ માખી જેવું કરયું, હશે બન્યું તે ખરૂં. પણ એ ખરો અકલબાજ બ્રાહ્મણ છે ? તેને પુછતા તે ખરી વાત કરશે કે નહીં ? તે મરતાં પણ છાની વાત