પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કહે તેવો નથી ? તેની સાથે કાંઇ ઓરજ ખુબી લડાવી કળા શીખી લઇ તેના જેવો પ્રવીણસાગર બનું !' આવો વીચાર કરતો કરતો બાદશાહ બીરબલની પુંઠે જઇ તેના ઘરની બધી નીશાની યાદ રાખી પોતાના મહેલમાં આવ્યો. પણ મન સ્થિર થયું નહીં. તેથી પોતાના ચટકેલા ચિત્તને શાંત કરવા માટે ત્વરાથી એકાંત મહેલમાં બેઠક કરી પોતાના ખાસ નોકરોને તે બીરબલના ઘરની ચોક્કસ નીશાનીઓ આપી કહ્યું કે, 'એ નીશાની વાળા ઘરમાં પ્રવીણ બીરબલ રહે છે તેને તરત માન સહીત અહીં બોલાવી લાવો, હાકેમનો હુકમ થતાંજ હજુરીઆઓ વીજળીના વેગ સમાન દોડી જઇ નીસાનીઓ વાળા ઘરમાં દાખલ થઇ બીરબલને કહ્યું કે, 'ખુદાવીંદ તમકું બાદશાહ અબીકા અબી બુલવાતે હૈ.' બીરબલે આ એકાએક બાદશાહનું તેડું આવેલું જોઇ મનમાં વીચારયું કે, 'મારૂં શું કામ હશે ? શું પાપનો ઘડો ફુટી ગયો ? પ્રથમ આવનાર પુરૂષ શાહ પોતે તો નહીં હોય ? ગમે તેમ હોય ? પણ ગયા વગર તો છુટકો થનાર નથી, હરી ઈચ્છા બળવાન છે. જો દિવસ પાધરો હશે તો પડશે પાશા પોબાર ? હાર ખાવાની કશી પણ જરૂર નથી. બીરબલ તરફથી તરત ઉત્તર ન મળવાથી બાદશાહના અનુચરનો મીજાજ પવનની પેઠે અધર ઉડવા લાગો. અને આગના ભડકાની પેઠે ભડકી ઉઠી બોલ્યો કે, ક્યુંજી કુછ ધ્યાનમે આતા હય યા નહીં? દેર કરને કા એ બખ્ત નહીં ? ફિર હમારે કુછ કહેના પડે વો અચ્છા નહી હૈ ? અછી હૈ તરહસે ચલોગે તો ઠીક હૈ, નહીં તો બેઈજ્જતસે લે જાનેકુ પડેગા ! બીરબલે ધીરજથી કહ્યું કે, ખાંસાહેબ ? ચાલો હું તમારી સાથે આવું છું. પછી કંઈ છે. એટલું કહી બીરબલ પોષાક સજી ઇષ્ટદેવનું સ્મરણ કરી તે અનુચરોની સાથે લઈ અકબરના મહેલમાં દાખલ થઇ રાજ રીતી પ્રમાણે આશીરવાદ આપી બેઠો. બાદશાહે આનંદી ચેરેથી પુછ્યું કે, તુમારા હૈ. અચ્છા બીરબલ ? કલકી રાત કીધર ઔર ક્યસી ગુજારી ? ડરના નહીં. ખુશ હોકે સચ્ચા કહેના. યે ઇનસાફી અમકા જમા હૈ. બીરબલ મનમાં સમજી ગયો કે બાદશાહે બધી વાત જાણી છે અને પ્રથમ આવનાર પુરૂષ પણ પોતેજ હોય એમ અનુમાન કરી શકાય છે માટે હાથી આગળ પુળો પડ્યો છે તોપણ થયું શું? જેને રામ રાખે તેને કોણ ચાખે ? માથે આવી પડ્યા પછી પાની ભરવી એતો કાયરનું કામ છે ? યુક્તી લડાવ્યા વગર છુટકો નથી. આવો વીચાર કરી બીરબલે ચાલાકીથી ઉતર આપ્યો કે, નામવર આપકા નોકરને કલકી રાત બીછાનેમેં ગુજારી. ઔર મેં કુછભી જાનતા નહીં હું. બીરબલનો આવો ઉડામણો જબાબ સાંભળી લઇ આંખના ભમરો ચડાવી શાહે સીપાઇને હુકમ કીધો કે, યે બીરબલકું મહેલકી પીછલી બારીસે ઉંધે શીર લટકા દો. જબ કુછ મેરેકુ બાત કહેનેકુ ચાહે તબ ઉસકુ ઉપર ખીંચ લે કે મેરી પાસ લે આના. આવો હુકમ થતાંજ યમરાજ રૂપી સીપાઇઓએ બીરબલને ઘડામાં દોરી નાંખી કુવામાં ઉતારે તેવી દશા કરી. આ ત્રાસદાયક બનાવ પહેલી રસીક રંભાએ પોતાના મહેલના ઝરૂખામાં બેઠે બેઠે જોયો અને બારીએ ઉંધે મસ્તકે લટકી રહેલા કમભાગ્ય નરને