પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો એક
-૦:૦-
બ્રજ ભાષાની બલીહારી
-૦:૦-

એક સમે શાહ પોતાના એકાંત ભુવનમાં બેઠો હતો તે વખતે તાનસેન ત્યાં હાજર હતો. તેણે કેટલાક પદો ગાયા પછી સુરદાસજીનું પદ ગાયું.

 જસોદા બાર બાર યું ભાખે,
હય કો બ્રજમેં હેતુ હમારો,
ચલત ગોપાલહી રાખે.

શાહે આ પદ સાંભળીને તાનસેનને પુછ્યું કે, 'આ પદનો શ્યો અર્થ થાય છે તે તો જરા કહો ?'

તાનસેને કહ્યું કે, 'ખાવીંદ ! જસોદા વારંવાર કહે છે કે, આ બ્રજમાં કોઈ અમારો એવો હેતુ છે કે, ગોપાળને જતા અટકાવે ?' આ પ્રમાણે શાહને સમજાવી થોડી વાર પછી તાનસેન સલામ ભરી ચાલતા થયા.

એટલામાં બીરબલ આવ્યો. તેની સાથે શાહે નહીં જેવી વાતો કરી. કારણકે તેનું લક્ષ તો સુરદાસના પદમાં ભરાયું હતું. તાનસેને સમજાવેલો અર્થ તેના મગજમાં બરાબર બેઠો ન હતો. તેથી તેણે બીરબલને તે પદ સંભળાવી તેનો અરથ પુછયો. બીરબલે કહ્યું કે, ‘હજુર ! બાર બાર એટલે ઘેરે ઘેર . જસોદા ઘેરેઘેર ફરીને એમ કહે છે, આ બ્રજમાં અમારો એવો કોઈ હેતુ છે કે, ગોપાલને જતા અટકાવે ?’

બીરબલના કહેવા પછી થોડી વારે રાજા ટોડરમલનું ત્યાં આવવું થયું. તેને પણ શાહે આ પદનો અરથ જાણવા માગ્યો. તોડરમલે કહ્યું કે, ‘ હજુર ! એનો એવો અર્થ થાય છે કે, ‘બાર એટલે પાણીનો દરવાજો. જસોદા ઘાટે ઘાટે ફરીને એમ કહે છે કે, આ બ્રજમાં અમારો એવો કોઈ હેતુ છે કે, ગોપાલને જતાં અટકાવે.’

આ પ્રમાણે એક બીજાથી થોડાં જુદા પડતાં અરથ સાંભળીને શાહ વીચારમાં પડ્યો. એમાંથી કયો અરથ સાચો તે વીશે તેને કાંઇ નીશ્ચય થયો નહીં. એટલામાં કવિ આબુ ફઈઝીનું ત્યાં આવવું થયું. શાહે તેને પણ તેજ પદનો અરથ પુછયો, અબુ ફઈઝીએ કહ્યું કે, ‘ખલકે ખાવીંદ ! બાર એટલે પાણીનો દરવાજો અથવા આંખોમાંથી પડતાં આંસુ, જસોદા