પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વેપારી - હા.

ફકીર - એનો પાછલો પગ લંગડાય છે ?

વેપારી - હા.

ફકીર - તેની એક બાજુએ મધ અને બીજી બાજુએ ઘઉં ભરેલા હતા ?

વેપારી - હા. પણ તેની ઉપર ઝવેરાત હતું તે ક્યાં છે ?

પોતાના ખોવાયેલા ઊંટ વીષે તે ફકીરે આટલી બધી એંધાણીઓ આપે તે વેપારીઓને શક ગયો કે , ' આ ફકીરેજ ઊંટ ચોરેલું હશે અને તેથી એ આટલી બધી હકીકત કહી શક્યો છે. એમ જાણીનેજ તેમણે તેની પાસે ઝવેરાત માંગ્યું.

તે સાંભળી ફકીરે કહ્યું કે, 'શેઠ, મેં તમારૂં ઝવેરાત લીધું નથી તેમ તમારા ઊંટને નજરે પણ દીઠું નથી.'

વેપારી - તું ફકીરના વેશમાં ચોર હોય એમ જણાય છે.

એમ કહી તેને પકડીને ત્યાંથી કોઇ નજીકના શહેરમાં તેને લઈ ગયા અને ત્યાં ન્યાયાધીશની દરબારમાં એને લઇ જઇને ઉભો કીધો. પછી તે વેપારીઓએ ન્યાયાધીશની આગળ પોતાના ખોવાયલા ઉંટની વાત કહી સંભળાવી. વેપારીની આ વાત સાંભળી લઇને પછી ન્યાયાધીશે ફકીરને પોતાનો બચાવ કરવા કહ્યું.

આ ઉપરથી ફકીરે કહ્યું કે, 'નામદાર ન્યાયાધીશ સાહેબ ! હું જંગલમાં ફરનાર ફકીર છું. મેં આ વેપારીઓનું ઊંટ જોયું નથી. પણ જંગલમાં ફરતાં મને અવલોકન કરવાની ટેવ પડી ગઇ છે તેથી મેં જે દીઠું હતું તે તેમને કહી સંભળાવ્યું. રસ્તે ચાલતાં મને ઊંટનાં પગલાં પડેલા દેખાયા તે ઉપરથી મેં જાણ્યું કે, થોડી વારમાંજ ત્યાંથી કોઈ ગયેલું હોવું જોઇએ. તેની ડાબી તરફની વનસ્પતીનો ભાગ ખવાયેલો હતો પણ જમણી બાજુનો બધો અનામત હતો તેથી મેં જાણ્યું કે, તે જમણી આંખે કાણો હોવો જોઇએ. તેણે ખાધેલી વનસ્પતીમાંથી કેટલોક ભાગ રહી ગયો હતો તેથી મેં એવું અનુમાન કીધું કે, તેનો એકાદ દાંત પડી ગયો હશે. તેના પાછલા એક પગનો આકાર જમીન ઉપર બરોબર પડ્યો ન હતો તેથી મેં ધાર્યું કે તે એક પગે લંગડો હશે. રસ્તાની એક બાજુએ ઘઊં વેરાયેલા હતા અને બીજી બાજુએ થોડું મધ ઢોરાયલું હતું. ઘઉં લઇ જવાને કીડીઓ વળગેલીઓ હતી. અને મધની ઉપર માખો ગણગણતી હતી તેથી અમને જણાયું કે, તેની એક બાજુએ ઘઉં અને બીજી બાજુએ મધ લીધેલું હશે. તેમ વળી સાથી કોઈ માણ્સ નહિ હોય એટલે તે ઉંટ એકલું નાશી જતું હોવું જોઇએ. જો સાથે માણસ હોત તો ઘઉં અને મધ વેરાત નહી. આ અવલોકન ઉપરથી મેં અનુમાન કીધું છે. પણ મેં તે ઉંટને નજરોનજર જોયું નથી. તે બાદ હું આગળ ચાલ્યો તે વખતે આ બે વેપારીઓ કોઇને શોધતા હોય એવી રીતે મને સામા મળ્યા. તેમને જોઇ મેં