પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અનુમાન કીધું કે, તેઓ ઉંટના માલેક હોવા જોઇએ, મને જંગલમાં ફરતાં આવી સેંકડો ચીજો નજરે જણાય છે. આ શહેરનું દરેક જણ મને ઓળખે છે.'

ન્યાયાધીશને ફકીરના બોલવાની ખાત્રી થવાથી તેણે તેને છોડી દેવાનો હુકમ આપી વેપારીઓને કાઢી મુક્યા.

ઉપલી વાત કરી રહ્યા પછી બીરબલે કહ્યું કે, 'સરકાર ! મને ચાલતા અવલોકન કરવા લાયક સેંકડો ચીજો મળે છે.'

બીરબલની આ વાત સાંભળી શાહ ઘણો આનંદ પામ્યો અને ત્યાંથી ઉઠીને બંને જણ મહેલ તરફ વળ્યા.

-૦-