પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો સોળમી
-૦:૦-
દુરીજનની દ્રુષ્ટતા
-૦:૦-

દુરીજનની દ્રુષ્ટતા ઉપર વાત નીકળતાં ગંગ કવિએ કહ્યું કે, ગરીબ પરવર ! જરા સાંભળો.

કવિત

અકારણ ક્લેશ કરે ઇષારમેં અંગ જલે,
રંગ દેખી રીઝે નહીં દ્રષ્ટિ દોષ ખડે
આપકો ન કરે કાજ પરકો કરે અકાજ,
લોગનકી છાંડી લાજ અસુયામેં અડ્યો હે;
મન બાની ક્યા ક્રુર ઓરકું બતાવે શુર,
કામ ક્રોધ હો હજુર બીધીને ક્યું ઘડ્યો હે;
કહત હે કવી ગંગ શાહનકે શાહ શુરા,
દુનીયામેં દુઃખ એક દુરીજનકો બડો હે.

'દુરીજન માણસ પોતાની દ્રુષ્ટતાનો કદી પણ ત્યાગ કરતો નથી.'

શાહે આ કવીત સાંભળી બીરબલને કહ્યું કે, 'બીરબલ ! ગંગ જેવા કવી રત્નો વીનાની દરબાર કદી પણ શોભતી નથી ?'

બીરબલ - ખાવીંદ ! ગંગ જેવા બારોટોની સહાયતાથી જ કેટલીક વેળા તો યુદ્ધમાં ફત્તેહ મળે છે. લશ્કર થાકી ગયું હોય તે વખતે આવા કવી રત્નોજ પોતાની કવીતા કહી સંભળાવી તેમની થાક ઉતરાવી નાખે છે એટલું જ નહીં પણ નામરદને પણ મરદ બનાવે છે.

શાહે બીરબલને ધીમેથી કહ્યું કે, 'ગંગ સાથે વધારે વીનોદ થાય એવું કરો.'

બીરબલ--'સરકાર ! આપના હુકમનીજ ખોટી છે.'

શાહ--મને એક ચરણ યાદ આવ્યું છે તેની પાદપુર્તી કરવી છે. તે ચરણ.

કર્મ છુપે નહીં ભભુત લગાયો

આ ખાનગી દરબારમાંથી કોઈ કરી આપો જોઇએ?