પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગંગ--હજુર ! એ પાદપુર્તી થઈ તો ચુકી છે. સાંભળો.

સવૈયો
તારાકી જોતમેં ચંદ્ર છુપે નહીં,
સુર છુપે નહીં બાદર છાયો;
રન ચઢ્યો રજપુત છુપે નહીં,
દાતા છુપે નહીં ઘર મંગન આયો.
ચંચલ નારકો નેન છુપે નહીં,
પ્રીત છુપે નહીં પુઠ દીખાયો;
કવી ગંગ કહે સુન શાહ અકબર,
કર્મ છુપે નહીં ભભુત લગાયો.

જેમ તારાના તેજથી ચંદ્રનો પ્રકાશ ઝાંખો પડતો નથી, વાદળથી કાંઈ સુરજ છુપાઈ જતો નથી, ખરો શુરવીર રજપુત છુપાઇ રહેતો નથી, દાતાર પુરુષ દાન દેતી વખતે છાનો રહી શકતો નથી, ચંચલ સ્ત્રીની નેણો પણ સંતાઈ શકતી નથી, પીઠ બતાવેથી સ્નેહ છુપાવી શકાતો નથી, કવી ગંગ કહે છે કે, હે અકબર શાહ. સાંભળો કે, તેમજ ભભુત લગાડવાથી કર્મ છુપાઇ શકતું નથી.

આ સાંભળી શાહે ગંગને કહ્યું કે, હે ગંગ ! કર્મ વગરનું બીજું બધુંએ છુપાવવું હોય તો છુપાવી શકાય કે નહીં ?

ગંગે કહ્યું કે, 'નામવર ! એવો પણ વખત હોય છે કે, એક કર્મ વગર બંધુએ સંતાડી શકાય છે તે માટે જરા સાંભળો.

સવૈયા
દીન છુપે તથવાર ઘટે,
ઓર સુર છુપત હે ગ્રેનકો છાયો;
ગજરાજ છુપત હે સીંહકો દેખત,
ચંદ્ર છુપત અમવાસ આયો;
પાપ છુપે હરી નામકો જાપત,
કુળ છુપે હે કપુત કો જાયો,
કવી ગંગ કહે સુન શાહ અકબર,
કર્મ ન છુપેગો છુપો છુપાયો.