પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અર્થ--તીથી ઘટવાથી એક દહાડો ઘટી જાય છે તે છુપાયા સમાન છે, ગ્રહણના યોગથી સુરજ પણ છુપાઇ જાય છે, સીંહને જોતાંજ હાથી છુપાઈ જાય છે, અમાસને દહાડે ચંદ્ર પણ છુપાઇ જાય છે, અને ખાનદાની કુળમાં કોઈ કપુત ઉત્પન્ન થાય તો તેનું ખાનદાની નામ બદનામીમાં છુપાઈ જાય છે. કવી ગંગ કહે છે કે, હે શાહ ! આટલા બધા છુપાઈ શકાય છે, પણ કર્મને છુપાવી શકાતું નથી.

શાહ અને ત્યાં હાજર રહેલા બધા દરબારીઓ ગંગની આવી અદભુત કવિતા સાંભળી આનંદ પામ્યા, અકબરે તેને તેના લાયક સરપાવ દીધો.

-૦-