પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શાહુકાર - અરે ! મેં તને આવી દગાબાજ ધારીને મારી દોલત આપી દીધી નથી, પણ તું મને સદા તારી પાસે રાખશે એવું ધારીને આપી દીધી છે તેથી તું મને કાઢી મુકવાને તત્પર થઈ છે.

ગુણકા - વેશ્યા તે કોઈની સગી થતી હશે ? વેશ્યા તો માત્ર એક પૈસાનીજ સગી છે. માટે ચાલ હવે બહુ થયું. અહીંથી જતો રહે.

શાહુકારે તે રાંડના બહુ કાલાવાલા કર્યા ત્યારે તે રાંડે તેને કહ્યું કે, 'જો મારે ત્યાંજ રોટલો ખાઇને પડ્યા રહેવું હોય તો સરત કબુલ કરે તો રાખું.'

શાહુકાર - કહે જોઈએ.

વેશ્યા - હું જ્યાં જાઉં ત્યાં મારા જોડા સંભાળીને તારે બેસવું. આ સરત જો તારે કબુલ હોય તો રોટલો ખાઈને પડી રહેજે.

લાચારીને લીધે સાહુકારે તેની આ શરત કબુલ રાખી. પોતાની આવી હાલતને લીધે તેને વેરાગ ઉત્પન્ન થયો હતો, જે ધણીએ સુખ જોયલું તે આવી હાલતમાં આનંદથી કેમ રહી શકે ? તેનું શરીર બગડતું ગયું, અને તેની સાથે તેના ચહેરાનો રંગ પણ ગયો.

એક દીવસે તે ગાનારી રાંડ આ નગરમાંથી આવી અને કોઈ બીજા શાહુકારને ત્યાં નાચવા ગઈ. તેની સાથે આ શેઠ પણ ગયો. વેશ્યાએ જોડા ઉતાર્યા તે લઈને તે એક બાજુએ બેઠો. પેલા શેઠને ત્યાં મ્હોટા મ્હોટા લોકો હાજર થયા હતા. તબલચીએ તબલા ઉપર થાપ મારી, સારંગીવાળાએ સારંગીના સુર મેલવવા માંડ્યા અને વેશ્યા નાચવા માટે ઉભી થઈ; એટલે આ ભીખારી થઈ ગયેલા શેઠે પોતાના હાથના જોડા વગાડવા માંડ્યા. બીજા શેઠની નજર આની ઉપર પડી એટલે તે મનમાં કહેવા લાગ્યો કે, 'અરે ! આ કેવો બેવકુફ છે? એને એવી તે શી ગમત પડે છે કે, એ જોડા વગાડીને ખુશી થાય છે?'

થોડી વાર પછી એક નાચ પુરો થયો અને ગાનારી બેસી ગઈ કે બીજા શેઠે જોડા વગાડનારને પોતાની આગળ બોલાવીને પૂછ્યું કે, 'અરે ભલા માણસ, તને એવી તે શી ગમત પડે છે કે, તું જોડા વગાડવા મંડી પડ્યો છે ?'

વેશ્યાના યારે કહ્યું કે, એ વાત જો તમને કહીશ તો મારો રોટલો જશે, માટે પુછશો નહીં. હું તે કહેનાર નથી.'

બીજા શેઠે કહ્યું કે, 'થોડા વખત ઉપર આ રાંડ ઉપર મોહીત પડી તેને આધીન થઈ ગયો. થોડા જ વખતમાં મારી તમામ માયા મીલકત મેં એને ખવરાવી દીધી. અને હું ભીખ માગતો થયો. આ ધુતારી રંડા મને પાળશે એમ હું માનતો હતો. પણ જ્યારે એક દીવસ શું પણ એક વખતના ખોરાકના ઢીંગલા મારી પાસે ન રહ્યા ત્યારે એણે મને કાઢી મુકવા માંડ્યો. જ્યારે મેં બહુજ આજીજી કીધી ત્યારે પોતાના જોડા ઉપાડવાની મારી પાસે કબુલાત