પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

શાહ--હું તો તેમાં કાંઇ સમજી શક્યો નથી કે, તમે શું બતાવ્યું ?

મુલ્લાં--શાહે આલી ! આ વખતે આપે મને ઉત્તમ પ્રકારનું ભોજન જમાડ્યું. પણ બરાબર જમાયું નહીં તેથી ઉલટું મારૂં લોહી બળી ગયું જેથી મને મહા હાની થઇ.

શાહ--એનું કારણ ?

મુલ્લા--તમે મને ભર દરબારમાંજ બેસી જમવાની ફરજ પાડી માટે શરમમાં ને શરમમાં પુરૂં ખવાયું નહીં.

મુલ્લાંનું આ પ્રમાણેનું બોલવું સાંભળી શાહ ઘણો ખુશી થયો.

-૦-