પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીરબલની આવી ચતુરાઇ જોઇ શાહ ઘણોજ ખુશી થયો. અને દરબારીઓ પણ ચકીત થયા.

દરબાર બરખાસ્ત થઇ અને શાહ મહેલમાં ગયો તે વખતે બીરબલને પણ સાથે તેડતો ગયો. ત્યાં જનાનખાનાનો વડો હાજર હતો. થોડીવાર અહીં તહીંની વાતો કર્યા પછી શાહે બીરબલને પુછ્યું કે, ' બીરબલ ! આખી દુનીયામાં પુરૂષો વધારે હશે કે સ્ત્રીઓ ?' આમ બોલતાં તે વડા હીજડાની સામે જોઇ રહ્યો.

બીરબલ આ હસવા ઉપરથી કાંઇક વાત પામી જઇને કહ્યું કે, ' માલીક ! આ જવાબ આપવો જરા કઠીણ છે કારણ કે, એમાં એક વાતનો નીર્ણય થવો જરૂરનો છે. હીજડાઓને સ્ત્રીમાં ગણવા કે પુરૂષમાં એ મોટો વાંધો છે. નથી તેઓ મરદમાં ગણાતા કે નથી ગણાતા ઓરતમાં. માટે આખી દુનીઆમાં હીજડાઓની સંખ્યા જો આપ ગણી આપો તો પછી હું મારો જવાબ આપું.'

શાહ--બીરબલ ! એ ગણત્રી થાય તેવી નથી.

બીરબલ--ત્યારે હું આપનો જવાબ શી રીતે આપી શકું ?

આ સાંભળી શાહ ખુશ થઇને તેને જવાની રજા આપી.

-૦-