પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા એકસો સાડત્રીસમી
-૦:૦-
વણીક કળા -૧
-૦:૦-

એક દીવસે બીરબલે શાહને કહ્યું કે, 'જનાબે આલી ! ગ‌ઇ કાલે એક વણીકના ઘરમાં ચોર ભરાયો હતો તેણે તે ચોરને યુક્તી કરીને પકડાવીઓ હતો. તે યુક્તી બહુજ અજાયબ પામવા જેવી હતી.'

શાહ--એવી તે શી યુક્તી કીધી હતી તે તો જરા કહી સંભળાવ.

બીરબલ--સાંભળો ત્યારે.

પાનાચંદ નામના વણીકના ઘરમાં પાછલી રાતે એક ચોર દાખલ થયો. પણ વાણીઆને ખાટલાપર જાગતો પડેલો જાણીને તે ચોર તેના ખાટલા નીચે સંતાઇ બેઠો. પોતાના ખાટલાની નીચે ભરાઇ બેઠેલા ચોરને વાણીઆએ દીઠો. મોતના ભયથી વાણીઓ કંઇ પણ ન બોલતાં જાણે પોતે તેજ વખતે ઉંઘમાંથી ઉઠ્યો હોય એવો દેખાવ કરી પાનસોપારીની ચમચી કાઢી પાન ખાવા બેઠો. બે ત્રણ પાન સારી પેઠે કાથો ચુનો તથા સોપારી નાખી તેણે મોઢામાં ભર્યા અને ઉપરથી તંબાકુની ચપટી લીધી. તંબાકુ ખાનાર પાનની પીચકારીઓ મારે છે તેમ આ વણીકે મોઢાના બે હોઠ આડા આંગળા મુકી પીચકારીઓ મારવા માંડી. તે આબાદ ખાટલાની નીચે બેઠેલા ચોરની ઉપર પડતી હતી. ચોરે વીચાર કીધો કે વાણીઓ પાન ખાઇ રહેશે એટલે સુઈ જશે. પણ તેમ તો કાંઇ બન્યું નહીં. પણ તેમ ન બનતા વાણીઆએ તો ચાવેલા પાનનો કુચો કાઢી નાખી બીજા પાનની પટી બનાવી ખાધી અને તેની પીચકારીઓ નવેસરથી મારવી શરૂ કીધી. આમ કરતાં કરતાં સહવાર પડવા આવી હતી, પોતાના ઘરમાં ચોર ભરાયો છે એ વાત વાણીઆણી જાણતી નહતી તેથી તે પોતાનો ઉઠવાનો સમય થતાં ઉઠી એટલે વાણીએ એક પીચકારી તેની ઉપર નાંખી આથી વાણીઆણી રીસે ભરાણી અને દરવાજો ઉઘાડવા જતાં બોલી કે, 'બલ્યુ, તમે તો હવે બહુજ ગંદા થયા છો ! મારી ઉપર આવી રીતે પાનની પીચકારીઓ નાખો છો તેથી મને તો શુગ લાગે છે.' એટલું કહી તેણે દરવાજો ઉઘાડી નાખ્યો. તે જોઇને વાણીઆએ કહ્યું કે, ' મેર રાંડ અભાગણી તું તે કેવી છે ! ખાટલા નીચે હાથ કરીને આ બીચારા પારકા માણસની ઉપર હું