પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બે કલાક થયા પીચકારીઓ મારૂં છું છતાં તે તો કાંઇ બોલતો નથી અને તારી ઉપર એક પીચકારી નખી તેમાં એટલી બધી સુગાઈ કેમ ગ‌ઇ ! લે, વળી આવી મોટી મરજાદણની છોકરી !'

વાણીઆની મહોટી બુમ સાંભળતાજ આસપાસ રહેતા પાડોસીઓ ત્યાં એકઠા થ‌ઇ ગયા. તેમને અંદર બોલાવી પહેલા ચોર ભાઇને ખાટલા નીચેથી બહાર કાઢ્યો.

ચોર બીચારો પાનની પીચકારીથી કીરમજી રંગથી રંગાઇ ગયો હતો. તેના કપડા, શરીર, મો વગેરે બધા ભાગો ઉપર પાનની પીચકારીઓ પડી હતી. એકઠા થયેલા પડોસીઓએ મળી ચોરને પકડ્યો અને સીપાઇઓને બોલાવી તેને પકડાવી દીધો. કોટવાર પાસે લ‌ઇ ગયા કોટવાળે વાણીઆની હકીકત સાંભળી લ‌ઇને ન્યાયધીશ આગળ મોકલ્યો.

ચોરે પોતાનો અપરાધ કબુલ કરવાથી ન્યાયધીશે તેને સજા કીધી.

શાહ--બીરબલ ? વાણીઆઓ ઘણી વેળાએ તે બહુજ ચતુરાઇથી કામ લે છે.

બીરબલ--હજુર ! બીજા વાણીઆએ આવીજ રીતની યુક્તી કીધી હતી. અને તેણે પોતાના ઘરમાં ખાતર પાડી દાખલ થયેલા ચોરને પકડાવીઓ હતો તે વાત બીજી વખત હું કહી સંભળાવીશ. એટલું કહી બંને જણ છુટા પડ્યા.

-૦-