પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બાપ અહીં છે પણ ઇમામ જેવો હલકા હાથવાલો નથી, માટે તરત ઇમામને મોકલાવજે. જલદીથી મોકલાવજે. જો નહી મોકલાવીશ તો તને અને તારા બાદશાહને શ્રાપ દઇશું. માટે તમારા વડીલો પ્રત્યે વહાલ રાખવો હોય અને આશીરવાદ લેવો હોયતો આપણા ઇમામને તરત મોકલી આપો. આ પ્રમાણે બીરબલની કથા સાંભળી રાજાએ તરત ઇમામને બોલાવી સ્વર્ગમાં જવાનો હુકમ કીધો. આ હુકમ થતાંજ ઇમામના ગાત્ર ગળી ગયાં. અને મનમાં કહેવા લાગ્યો કે લેનેકુ ગઇ પુત તો ખો આઇ ખસમ. કરણી તેવી ભરણી. આ કારસ્તાન બીરબલનું છે ? કીયા ન હોય તો કર દેખ ? પણ એ સજીવન શી રીતે થયો ? ઘાટ ઘડવા જતાં મારોજ ઘાટ ઘડાઇ ગયો. ચોરને કહીયે ચણા ઉપાડ્યા તેનું આ ફળ પારકાનું કાપવા જતાં મારૂંજ કપાઈ ગયું ? મારા જેવો બીજો બેવકુફ કોણ હશે કે સારા નરસાનો વીચાર કરયા વગર લાલચમાં આપમતલબીઆ, અદેખા અને બીજાનું બુરૂં કરનારાઓની જાળમાં સપડાઈ હોળીનું નાળીયર બની મેં જે આગ સળગાવી છે તેનો ભોગ મારે આપવો પડશે. હવે સમજાવ્યો સમજે એવો રાજા નથી તે પોતાની હઠ પુરી કરશે. નસીબ ? એમાં કોને દોષ દેવો ! એતો હાથનાં કર્યાં હૈયે વાગ્યાં આ પ્રમાણે વીચાર કરે છે તેટલામાં રાજાનો હુકમ થતાંજ સીપાઇઓએ તરત ઇમામ હજામને પકડી સ્મશાનમાં લઇ ગયા અને ચીતા ખડકી અંદર સુવાડી આગ લગાડી દીધી.

સાર - દરેક કાર્ય આરંભતા પહેલાં વીચાર કરવાની જરૂર છે. જે ઉધ્ધ્ત બની અનીષ્ઠ કાર્ય કરવાને તત્પર થાય છે. તેની દશા ઇમામ હજામ જેવી થાય છે. જો બીરબલે પોતાના દુશ્મનોને હરાવવા માટે આ તર્કશક્તીઓનો ઉપયોગ કર્યો ન હોત તો શું તે લાખો રૂપીઆ મેળવી કાલના પંજામાંથી છુટવા પામત ? કદી નહીં ? માટે દરેક માણસે પ્રપંચીઓના સહવાસમાં આવતા બીરબલની પેઠે બુધ્ધિને દોડાવી દુનીઆના દગલબાજ લોકોને નાશ કરી પોતાનો જય મેળવવો.


-૦-