પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વારતા સાતમી
-૦:૦-
બીરબલ સરસ કે તાનસેન ?
-૦:૦-

દીલ્લીપતી બાદશાહની દરબારમાં બીરબલનું ચલણ વધારે હતું. બીરબલને પુછ્યા વગર બાદશાહ પાણી પણ પીતો નહીં, તેથી તમામ મુસલમાન અધીકારીઓ ઘણા નારાજ રહેતા હતા. અને નીરંતર એજ વીચાર કરતા કે આનું પાપ કેમ ટળે ? કબાબમાં હડી સરખો થઇ નડનાર બ્રાહ્મણે તમામ રાજકારોબારની સત્તા પોતાને હાથ કરી લીધી અને આપણું પાણી ઉતારી પાણીથી પાતળા બનાવી આપણી ઉપર હુકમ ચલાવે છે એ થોડી ખેદની વાત છે ? એ થોડું અપમાન છે ? એ અપમાન કેમ સહન થઈ શકે ? માટે અપમાનનો બદલો વાળવો જોઇએ ? માટે કોઇપણ પ્રકારે તેને તેના હોદ્દાપરની ભ્રષ્ટ કરાવી આપણી જાતીનાજ માણસને તેના હોદ્દાપર લાવવો. આ હોદ્દાને લાયક તાનસેન છે, જેણે પોતાના ગાયનકળાથી તમામ હીંદુ મુસલમાનોને વશ કરી લીધા છે તેથી કોઇને કાંઇ કહેવાનું રહેશે નહીં આવો ઠરાવ કરી આ ખટપટી મંડળમાંના એક અમીરે પોતાના હીરા બાગમાં તાનસેનની ગાયન કળા સાંભળવા માટે બાદશાહ સહિત તમામ અમીર ઉમરાવોને આમંત્રણ દીધું. અમીરના આમંત્રણને માન આપી બાદશાહ સહિત અમલદારો પધારી અમીરના બાગને દીપાવ્યો. ઠાઠમાઠથી શોભી રહેલા બાગને વધારે શોભાવવા માટે તાનસેને પ્રથમ દીપક રાગ છોડ્યો. તે રાગના પ્રભાવથી તત્કાળ તમામ જ્યોત પ્રકાસીત થઇને જ્યાં ત્યાં ઝગઝઘાટ કરી દીધાથી બાદશાહ અને બીજાઓ અજાયબીમાં ગરકાવ થઇ ગયા. આ અજાયબીમાં મોહીત પામેલાઓને વધારે મોહીત કરવા માટે તાનસેને સમય સમયની રાગરાગણીઓ ઉત્તમ આલાપથી ગાઇ બતાવી સકળ સભાને ચકીત કરી નાંખી ? તથા સકળ સભા આનંદમયી બની જઇ ગરજી ઉઠી કે વાહ ? રે વાહ ! તાનસેન ! તેં ઠીક રંગ જમાવ્યો છે ! શાબાશ તારી ચાતુરીને ? તાનસેન કી તાનમેં સબી બન ગયે ગુલતાન આ હરષ ગરજના શાંત પડ્યા પછી ખુશ મીજાજમાં બેઠેલા બાદશાહની શાંતવૃતી જોઇને અમીર ઉમરાવો કહેવા લાગ્યા કે, 'સીરતાજ ! બીરબલથી તાનસેન કેટલા ગુણવાન અને જ્ઞાનવાન છે ? તેનો પ્રત્યક્ષ દાખલો જુઓ ? હવે તેના વખાન કરવાની જરૂર નથી. માટે તેમની યોગ્યતા પ્રમાણે તેનો સત્કાર થવો જોઇએ ? જો એને બીરબલનો હોદ્દો આપવામાં આવે તો કોઇપણ ક રાજી નથી. સકળ સભા એજ ઉમેદ રાખે છે. આનો ઉત્તર આપતાં બાદશાહે કહ્યું કે, તમો જે કહો છો તે ખરૂં છે પણ બીરબલની તુલના થઇ શકે એમ નથી. બીરબલ તો બીરબલ જ છે. તાનસેન બીરબલની બુદ્ધિને જીતી શકે એમ નથી. તાનસેન ગાયનકળાનો રાજા છે પણ રાજ રંગ શું