પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે તેનું તેને જરાપણ ભાન નથી. તેની ખાત્રી તમોને થોડા વખતમાં કરી બતાવીશ એ પ્રમાણે વાદવિવાદ ચલાવ્યા પછી પોતે પોતાને સ્થાનકે રવાના થઈ ગયા.

બીજે દીવશે બાદશાહે ઇરાનના શાહને એક પત્ર લખ્યો કે, આપ તરફ બીરબલ અને તાનસેનને મોકલ્યા છે તેમનાં આ પત્ર વાંચતાંજ શીરચ્છેદ કરાવશો. આ મતલબનો કાગળ લખી પોતાની મહોર છાપ મારી બીરબલ અને તાનશેનને આપી કહ્યું કે તમે બંને જણ મોટા ઠાઠ માઠથી ઇરાનના શાહ પાસે જાઓ અને આ કાગળનો જવાબ લઈ આવો.

રાજાનો હુકમ થતાંજ બંને જણ મોટા ભપકાથી ઇરાનના દરબારમાં દાખલ થઇ રાજનિતિ મુજબ નમન કરી શાહના હાથમાં પત્ર મુક્યો. પત્ર વાંચતાંજ સાહે સીપાઇઓને સ્વાધીન કરી હુકમ કીધો કે, આ બંનેને લઇ જઈ મારી નાખો. શાહનો હુકમ થતાંજ સીપાઇઓએ તરત તે બંનેને પકડી લઇ ચાલ્યા. આ જોઇ તાનસેન ઘણો ભયભીત બની રડવા લાગો.

બીરબલ - કેમ તાનસેન રડો છો કેમ ? તમારૂં ડહાપણ ક્યાં ગયું દુખ વખતે ડહાયો પુરૂષ કદી પણ ધીરજ મુકતો હશે ? મારા કરતાં તમે અનેક ગુણવાન છો તેથી તમારા જાતભાઇઓએ મારી જગા તમને અપાવવા માટે બાદશાહને ભલામણ કરી છે, માટે બાદશાહે આપણા બંનેના પરાક્રમની પરિક્ષા કરવા માટે અહીં સુધી આપણને મોકલ્યા છે તેથી આપ આપના ગુણના પ્રતાપવડે માથે આવી પડેલા સંકટનું નિવારણ કરો.

તાનસેન - ભાઈ તમે મોટા પરોપકારી છો, તમારું બુદ્ધિબળ અગાધ છે, હું આપને શરણે છું. મુરખાઓઅની વાતનો અને અદેખાઓના પ્રપંચો સામે તમો જરાપણ વિચાર કરશો નહીં. એ મુરખાઓનો હું ભોગ થઇ પડ્યોછું. માટે મારી મશ્કરી ન કરતાં મારા નીકળી જતાં પ્રાણની રક્ષણ કરવાની યુક્તિ રચી મને બચાવો.

બીરબલ - ઠીક છે નીડર થઇ ઉભો એટલે સંકટ રહિત થશો ? જે વખતે આપણને આ સીપાઇઓ શીરચ્છેદ કરવા તત્પર થાય તે વખતે ઘણાજ હર્ષની સાથે મને પાછળ હઠાવી સીપાઇઓને કહેજો કે ભાઇઓ પહેલું મારૂં માથું કાપો અને હું તમને પાછળ હઠાવી કહીશ કે ભાઇ એનાથી પહેલાં મારૂં શીર છેદો એ પ્રમાણે અત્યંત ઉત્સાહ બતાવ્યા પછી મારે જે કહેવું હશે તે કહીશ.

બીરબલ અને તાનસેનને મારી નાંખવા માટે સીપાઇઓ લઇને વધ સ્થળે ઉભા કીધા તે જોઇ પ્રથમ કરી રાખેલા સંકેત મુજબ આ બણે જણે ખુબ ગડબડ મચાવી મુકી આ જોઇ તે સીપાઇઓ અજબ પામ્યા કે કાળ સમીપ ઉભો છે છતાં તેનાથી જરાપણ ન ડરતા કેવા આનંદમય બની ઉભા છે. આ બંને મુરખાઓ કહે છે કે પહેલાં મારૂં માથું કાપો અને પછી એનું કાપો આમ છે. હવે શું કરવું માટે આ ભેદી માણસોની ભેદ ભરેલી વાતોથી શાહને વાકેફ કરવા જોઇએ. પછી જેવો તેનો હુકમ. આવો વિચાર કરીને આ બંને જણને શાહની સમક્ષ ઉભા કર્યા. બંનેની હકીકતથી શાહને વાકેફ કીધો. આ હકીકત સાંભળી રાજાએ