પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૪૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તમો નાગાં થઈ જઇ ક્ષણવાર ઉભાં રહો. બીરબલનો આવો હુકમ સાંભળી તે બાઇ બોલી કે, સાહેબ, જોઈએ તે શીક્ષા કરો, પણ મારી એબ કોઇને બતાવનાર નથી. પ્રાણ કરતાં પણ મારી એબને વધારે પ્રીય ગણું છું, પછી આપ માલિક છો. આ પ્રમાણે બાઈનું બોલવું સાંભળીને તેને બહાર જવાનું કહીને ફરીયાદણને અંદર બોલાવીને કહ્યું કે, તમારા છોકરાનું આ બાઇએ ખુન કરયું છે તે સાબીત કરી આપવા માગતાં હોવ તો આ ક્ચેરી જોઇ શકે તેમ તમે તમારાં તમામ લુગડાં કાઢી નાખી નાગાં થઇ જઇ ઉભાં રહો એટલે વધુ પુરાવાની જરૂર રહેસે નહીં. આ સાંભળતાંજ પોતાની પાપી ધારણા પાર પાડવાની આશાએ ઝટ પટ નાગી થઈ જવાની તજવીજ કરવા લાગી. આ જોઇ બીરબલને ખાત્રી થઈ કે આ ફરીયાદણ હડહડતી લુચી અને દગલબાજ છે એમાં જરા પણ શક નથી. માટે એને માર મારીને જીવ મુંઝાય તેવી ગતીએ પહોંચાડ્યા વગર તે ખરી વાત કહેનાર નથી. એનો વીચાર કરી બીરબલે તેને સખ્ત માર મારવાનો સીપાઇઓને હુકમ આપ્યો. આ હુકમ થતાંજ સીપાઇઓએ માર મારી ખરી વાત કબુલ કરાવી. આ વાત સાંભળતાંજ બાદશાહ વગેરે સર્વ લોક કંપી ઉઠ્યાં. તેના ઘોર કર્મની શીક્ષા બદલ તેને જીવતી બાળી મુકવાનો અનુચરને હુકમ આપ્યો. બીરબલના આવા કઠોર હુકમે દુરાચરણીઓની છાતી વીંધી નાખી અને પહેલી બાઇને મોટા માનની સાથે અદાલતમાંથી ઘેર જવા રવાના કરી. બીરબલની આ ચમત્કારીક તપાસથી નાગરીકો અને બાદશાહ એક અવાજે વખાણ કરવા લાગ્યા. કરશે તે ભરશે બીજા શું કરશે.

સાર - દરેક માણસે દુરાચરણનો ત્યાગ કરી સદાચરણી બનવું. જુઓ પાપીઓની શી દશા થાય છે. પોતાનો દુષ્ટ હેતુ પાર પાડવા માટે પોતાનું અને બીજાનું નિકંદન કાઢવા જતાં શી હાની થાય છે તેઓ દાખલો આ વારતા પરથી લેવો.


-૦-