પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૪૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વારતા અગીઆરમી
-૦:૦-
નફટ નોકર અને શેઠ
-૦:૦-

અકુલિન કુલિન થવા ચાહે પણ કદિ કુલિન બને નહિ !
શું તે કાચ તે મણિ રત્ન સમ કદિ પણ પ્રકાશી શકે સહિ ?

એક શાહુકારને ત્યાં એક સીદી નોકરી કરતો હતો. તેના ઉપર શેઠની સારી ચાહના હતી. એક સમે કાંઇ કારણસર તે નોકરને ઠપકો આપ્યો. તેથી સીદી ભાઇનો મીજાજ છેક આકાશે ઉડ્યો ! આંધળાને આંધળો કેમ કહેવાય ? ખુમારીમાં ને ખુમારીમાં બકવા લાગ્યો કે, શું મારી માએ એને માટેજ પેદા કીધો છે ? મારૂં તકદીર જોર કરશે તો-તેરે મગન બોહત હે તો મેરે ભુપ અનેક-ઠાકરને ચાકર ઘણાં અને ચાકરને ઠાકર ઘણા આવો વીચાર કરી પલાયન થયો ફરતો ફરતો દીલ્લી શહેરમાં આવી કામે વળગ્યો.

એક વખત આ શેઠ કાંઈ કારણસર દીલ્લી ગયો. રસ્તામાં તે ગુલામની શેઠને ભેટ થતાં શેઠે તેને પોતાની પાશે બોલાવી કહ્યું કે, 'કેમ અંતે તું નીમકહરામ બની બેઠો કે ? જાતપર ભાત કદી પડતી હશે ? અંતે નીચ તે કદી ઉંચ કહેવાશે ?' શેઠના રદયભેદક વાક્યો સાંભળતાંજ તે રાતો પીલો બની જઇ શેઠને કહ્યું કે, 'અરે બદમાસ બદમાસી ક્યું કરતા હે ગુલામ હોકર મુજે ગુલામ બનાના ચાહતા હે. દગા કર ઘર છોડ ઇધર ભાગ આયા. બોત દીનસે તેરા પતા લગા, અબ ચલ ઘરકું.' આ ગલે પડુ ગુલામની કઠોર વાત સાંભળતાંજ શેઠ સજ્જડ થઇ જઇને કહ્યું કે, 'નીમાજ પઢતાં મસજીદ કોટે વળગી શું ઉલટો ચોર કોટવાલને દંડશે ? અરે મુરખા ? ચોર ચંડાલ, ગુલામ બની જીંદગી ગુજારનાર તે કદી શેઠનો દાવો કરી શકે ? સીંહનું રૂપ ધારણ કરી ફરનારા શીયાલવાને સીંહની ઉપમાં આપી શકાશે ? ગુલામ તે ગુલામ ? માટે તારી નીચતા જવા દે, નહી તો તેનો તને તારો ભોગ આપવો પડશે ?' આમ તકરાર કરતા બંને જણ ખુબ લડવા લાગા. આ જોઇ તરત ચોકીદારો દોડી આવી બંનેને પકડી અદાલતમાં ઉભા કીધા. બીરબલે આ બંનેની ચમત્કારીક તકરાર સાંભળી લઇને અનુચરોને હુકમ આપ્યો કે, 'આ સામેના મકાનની જુદી જુદી બારીમાંથી ડોકી બહાર કઢાવી