પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વારતા બારમી
-૦:૦-


એ પણ ખોયું અને તે પણ ખોયું
-૦:૦-


જગમાં પ્રબળ પ્રતાપી તું, વિશ્વ વિશજ વિત્ત,
શુર મુનીવર નર નારીનાં. ચિત્ત બગાડે ખચિત્ત.

કોઇ એક બ્રાહ્મણ પોતાનાં પાપને ધોઇ દેહનું કલ્યાણ કરવા માટે કાશીએ જવાની ઉમેદ રાખતો હતો, પણ મહા મુશીબતથી આખી જીંદગીમાં રળી રળીને એકઠા કરેલા એક હજાર રૂપીઆની શી ગોઠવણ કરવી ! કોને ત્યાં તે રાખવા ? તે માટે તેની ચીંતામાં ને ચીંતામાં રાત દીવસ પોતાનો કાળ ક્રમણ કરતો હતો તેનો આ દાંભીક વીચાર યાત્રા કરવા જવામાં કાંટારૂપ થઈ પડ્યો હતો. એક સમે તેજ ગામમાં રહેનાર એક વૃદ્ધ ફકીર જે દરેક વાતે પંકાતો હતો તે સાંજે સવાલ કરતો કરતો તે લોભી બ્રાહ્મણના ઘર આગળ આવ્યો, તે જોઇ આ બ્રાહ્મણે તે દાનેશમંદ ફકીરને પુછ્યું કે ' સાંઈ મોવલા મારા હજાર રૂપીઆ, હું યાત્રા કરીને આવું ત્યાં સુધી તમે રાખશો ? સાંઈએ કહ્યું કે ' છટ ! ઐસી જંજાળમેં હમ કભી નહીં ગીરેંગે ? એ દગલબાજ દુનીયાકી મોહ માયા જાળ તોડ ખુદાકી બંદગી કરતે કે લીયે એ ફકીરી લી હૈ. ઉસ ફકીરીમાં મીટી દાલને કે લીયે હમકુ મોહની દીખાતા હૈ મેરે સીવાય ઔર ગામમે સાહુકાર નહી હૈ. ફકીરનો આવો વીચાર જાણી તે બહુજ નીરાશ થ‌ઇને ફકીરને કહ્યું કે 'મ‌ઉલા આપ ગમે તેમ કરશો ના કહેશો મને ધમકાવશો પણ તમારેજ મારા રૂપીઆ રાખવા પડશે. તમારા જેવા પ્રમાણીક અને નીરલોભી માણસને આ ગામમાં જોતોજ નથી. તો પછી કોને આપું ? સાંઈએ જોયું કે આ સમજાવ્યો સમજે એમ નથી અને જેમ કહીશ તેમ તે પોતાની હઠને પકડી બેસશે. માટે દરગાહની જગા વીસાલ છે તેના એકાદ ખુણામાં ભલે દાટી જાય આપણે એના રૂપીઆ સાથે શી નીશબત છે ? પાછો આવશે ત્યારે લઈ જશે.' આવો વીચાર કરી તે મ‌ઉલાએ તેને કહ્યું કે, 'અચ્છા બમન તુમકું નાખુશ કરનેકું હમ નહી