પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ચાહતા હૈ. ઈસ લીયે તુમેરે હાથસે રૂપીયે દાટ દેના ઓર જભ ચહીયે તબ ખોદકે નીકાલ લેના. આટલું કહી તે ફકીર પોતાને રસ્તે પડ્યો આથી તે ખુશ થ‌ઇ સાંઇના દરગાહના એકાદ ખુણામાં ખાડો ખોદી પોતાના રૂપીઆ દાટી સાંઇ મવલાની રજા લ‌ઇ તે બ્રાહ્મણ નીચીંત બની યાત્રા કરવા પંથે પડ્યો. પાપ રહીત બનવા માટે યાત્રાના મોટા મોટા ધામો ફરવા લાગો. આ વીશ્વાસીને આવતાં વાર લાગવાથી તેના દાટેલા ધન ઉપર મવલાની દાનત બગડી, મોહીની જોઇ મન ચળ્યું, 'રામ રામ જપના ઓર પરાયા માલ અપના' આવો વીચાર કરી તે ફકીરે તેના દાટેલા ધનને ખોદી કાઢી લઇ લીધું. જો તે જીવતો આવસે અને પુછશે કે મારા રૂપીઆ ક્યાં ગયા ? તો કહીશ કે કોને કહે છે ? કોણ સાક્ષી ? માણસ ભુલી ગયો શું મને ગળે પડવા આવ્યો છે ? એ શું કરનાર છે ? એનાથી શું થનાર છે ? દુનીયામાં એમજ થતું આવ્યું છે. ઉંચો નીચો પગ પડ્યા વગર દોલત એકઠી થતી નથી. રંક, રાય બનવા માટે યત્ન કરે છે ? ચાકર શેઠ બનવા માટે શેઠના ઘરમાં ઘા મારે છે કોઇ ધરમનો પૈસો પચાવી માલેતુજાર બન્યા છે, કોઈ રાંડીરાંડોને રડાવી શ્રીમંત બન્યા હશે, કોઇ ત્રસ્ટીઓ બની ત્રીજોરીનું તળીયું ઝાટકી નાખી ધનવાન થયા હશે, ચાકરીથી તો ભાખરીજ મળે છે પણ લક્ષાધિપતી બની શકાતું નથી, પ્રમાણીક તો સદા દુખી છે; અને અધમજ સુખી છે. બગલમાં રામ અને પેટમાં છુરી રાખનારજ આ જગતના અનુપી સુખનો લહાવો લ‌ઇ શકે છે તો પછી આમ તો હું આવી રીતે હાથમાં આવેલી લક્ષમીને કેમ જતી મુકું આવા વીચારમાં ભ્રમીત બનેલા ફકીરે પોતાના ભેખનો કાંઇપણ વીચાર કર્યા વગર તેના રૂપીઆ પોતાના ગોલખમાં નાખી દીધા. કેટલાક માસ વીત્યા પછી તે બ્રાહ્મણ ફરતો ફરતો પોતાને ઘર આવી પોતાનું દાટેલું ધન સાંઇની દરગાહમાં લેવા ગયો. ખોદતાં રૂપીઆને બદલે હાથમાં કોલસા આવવાથી તે બહુ દીલગીર થયો. અને માથે હાથ મુકી હાય રે મારા રૂપીઆ ! કરી પોક મુકી. આ ફકીર પણ તેની બાજુમાં બેસી રડવા લાગ્યો. આ ઢોંગી સાંઇનો ઉતરી ગયેલો ચેરો જોઇને કહ્યું કે, 'મોવલા તમારી હદમાંથી મારા રૂપીઆ કોણ લ‌ઇ જાય ? ગરીબને સંતાપવામાં તમને શો લાભ છે.' આમ વીશ્વાસઘાત કરવાથી દુનીઆમાં તમારો ઈતબાર કોણ કરશે ? જરા ખુદાથી ડરો.' આ સાંભળી તે ફકીર બોલી ઉઠ્યો કે, ' ક્યું બદમાસ મુજે ગળે પડતા હે. કીને રખા ઓર કીને દેખા; જા ઇધરસે કાફર, નહીં તો હડી તુટ જાયગી.' આ જવાબથી તે બામણ ઉંડો નીશ્વાસ મુકતો ઘેર આવ્યો અને મન સાથે વીચાર કરવા લાગ્યો કે, 'લોભીનું ધન ધુતારો ખાય ? સદ રસ્તે વાપરી લહાવો લીધો હોત તો આંસુ પાડવા પડત નહીં. દોહી કુતરાને પાયા સરખું મેં કિધું છે પછી કોને દોષ દેવો ! કરમની ગતી વીચીત્ર છે ! કરમ કરાવે એ કોઈ ન કરાવે ! મારા રૂપીઆ ફકીરજ પચાવી પાડ્યો છે. પણ પુરાવો શું ? ખરૂં છે કે, ઘેટે કપાસ ખાવા જતાં ગાંઠની ઉન પણ ગુમાવી. એવો ઘાટ ઘડાયો છે ? ચીંતા નહીં, એ ચોરોને હું મુકનાર નથી. એ દેશે, હું લઇશ. અકબરના