પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દરબારમાં બીરબલ જેવા ચંચલ બુદ્ધિવાળા અનેક વીરનરો શોભી રહ્યા છે ? તેઓ જરૂર મારો ચોર પકડી આપશે ? એવો વીચાર કરી તે બ્રાહ્મણે બાદશાહની સમક્ષ આવી નમનતાઇથી બનેલી હકીકત વીદીત કીધી. કોઇ ન જાણી શકે એવી રીતે કરવામાં આવેલી આ ચોરીનો શી રીતે ઇન્સાફ કરવો તેના વીચારમાં પડેલા બાદશાએ બીરબલ સામે નજર નાંખી તે જોઇ બીરબલે હાથ જોડી કહ્યું કે, 'ખુદાવીંદ ! આટલી બધી ફીકર કરવાની કશી જરૂર નથી ? આપનો હુકમ હોય તો નીમી સવારમાં એનાં નાણાં એને અપાવું. આપનો પગાર, ને આપની બક્ષીસો બેઠો બેઠો લ‌ઉં છું તે શા માટે ? રાજ ખટપટના મામલામાં નડતી અડચણો અને વીચીત્ર પ્રકારના ઉભા થતા મુકરદમાઓમાં ગુંથવાઇ ગયેલા કોકડાં રૂપ ઘોટાલા આવી પડે તે વખતે તેનો બારીક, દીર્ઘ દષ્ટી અને તરકશક્તીથી તેનું તત્વ શોધી તેનો નીરતાર લાવવો એજ રાજમંત્રીનું મુખ્ય કર્તવ્ય કરમ છે ? માટે આપને વીચાર કરવાનું કશુંએ કારણ નથી.' બીરબલનું આવું ઉત્તમ ભાષણ સાંભળી બાદશાહે હર્ષના ઉભરા સાથે બીરબલને કહ્યું કે, 'ભલે તમે આનો કેવી રીતે નીરતાર લાવો છો તે જોવાને હું ઘણો આતુર છું.' બાદશાહનો હુકમ થતાંજ, તરત બીરબલે કીમતી દાગીનાઓ લાવી તેની એક પોટલી બાંધી નોકરના હાથમાં આપી તેના કાનમાં કંઇક વાત કહીને ફકીરની પાસે મોકલ્યો. ફકીરને ઘેર ગયેલા માણસની પાછળ ફરીયાદીને જવા માટે ઉદ્દેશીને બીરબલે કહ્યું કે હમણાં મારા માણસ અને ફકીરને વાતચીત થતી હશે, માટે મહારાજ તમે ત્યાં જાઓ અને તમારા રૂપીઆ આપી દેશે !' આ હુકમ થતાંજ તે બ્રાહ્મણ ફકીરના તકીઆ તરફ રવાના થયો. દાગીનાની પોટલી લઈ જનાર સીપાઇ સાંઇ આગળ જ‌ઇને સાંઇને કહેવા લાગો કે સાંઇજી મારો ભાઇ પરદેશ ગયો છે તે આ તરફ આવવાનો હતો, પરંતુ હજુ સુધી તે આવ્યો નહી, તેથી તેની તપાસ કરવા જવાને મને જરૂર છે, પણ આ દાગીનાની પેટીને લીધે મારાથી જ‌ઇ શકાતું નથી તે વચમાં શુળ રૂપ થ‌ઇ પડી છે. તે શુળને ટાળવા માટે આવ્યો છું આપ સીવાય મારા દાગીનાની પેટી રાખી શકાય એમ નથી આ બને વચ્ચે ઘણીવાર સુધી રીકઝીક ચાલ્યા પછી તે દાગીના લાવનારને દાગીનાની પેટી ઉપાડી તેમાના મુલ્યવાન દાગીના સાઇને બતાવ્યા તે જોતાજ સાંઇ લલચાઇ જ‌ઇ તે દાગીના સઈત પેટી પચાવી પાડવાને ઉત્કંઠીત થયો એટલામાં પહેલો બામણ આવી ફકીરને કહેવા લાગો કે ફકીર સાહેબ ! મારા જેવા બીજાના માલને સવાહ કરવાને અધમ બનશો નહી અને મેં યાત્રાએ જતી વખતે આપને જે માલ સોંપ્યો છે તે મહેરબાની કરી પાછો આપો ! જો આનો માલ નહી આપીશ તો પાપનો ઘડો ફુટી જશે અને આંગણે આવેલા બધા પાછા જાશે ? તેમ આ માલ આગળ બામણનો માલ કુચ બીસાતમાં નથી ? માટે જો તેના રૂપીઆ આપીશ તોજ આ માલ હજમ થ‌ઇ શકશે !' આવો વીચાર કરી ફકીરે તરત બામણને રૂપીઆ આપી દીધા. તે લ‌ઇને બ્રાહ્મણ તો રસ્તે પડ્યો. એટલામાં કરી રાખેલા સંકેટ મુજબ