પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એક બીજો માણસ આવી તે દાગીનાની પેટી લાવનારને કહ્યું, કે, 'તમારો ભાઇ ઘેર અવી પહોતો છે.' આ સાંભળી હર્ષ ઘેલા સરખો બની જ‌ઇ, સાંઈ પાસેથી દાગીનાની પેટી લ‌ઇને રસ્તે પડ્યો. તે જોઇ સાંઇ વિમાસણમાં પડી વીલે મોઢે મનમાં બડબડવા લાગ્યો કે, 'હોંસશે આઈ, ગમશે ગ‌ઇ. કૈસી બની, એબી ગઈ ઓબી ગઈ.'

સાર--પૈસો ઝેર વેર અને કાળો કેર વરતાવે છે. માટે પારકા ધનની કદી પણ આશા રાખવી નહીં. પારકાનું લેવા જતા બે આબરૂ બની પોતાનું ગુમાવવું પડે છે. કહ્યું છે કે, 'સત્યા સત મત છોડ સત છોડે પત જાય, સ્તકી બાંધી લક્ષ્મી ફિર કબુ મીલે આયે.'


-૦-