પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૪૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વારતા ૧૩ મી
-૦:૦-
બુદ્ધિનું પરાક્રમ
-૦:૦-
બળથી બુદ્ધિ આગળી જો ઉપજે તાત્કાળ.

બાદશાહે બીરબલને કહ્યું કે, અહો સમય સુચક બીરબલ ? બળદનું દુધ લાવી આપો. ' બીરબલે કહ્યું કે, 'બહુ સારૂં સરકાર ?' આમ કહી બીલબલ તરફ એક ઘોડાને નદીમાં લઇ જઇ ઉભો રાખી તેને ખરેડો અને માલેસ કરવા લાગો. બીરબલને આમ કરતાં જોઇ બાદશાહે તેને પોતાની પાસે બોલાવીને પુછ્યું કે, તે આ શું કરવા માંડ્યું છે ? બીરબલે કહ્યું કે, હજુર ! આ ઘોડાની ઘોડી બનાવું છું. બીરબલનો જવાબ સાંભળી બાદશાહ અજાયબી પામી બોલ્યો કે, અરે ! મુરખના સરદાર ? કદી નર ફીટી નારી થતી હશે ? આનો ઉત્તર આપતા બીરબલે કહ્યું કે, ઘોડાની ઘોડી ન બને ત્યારે બળદનું દુધ ક્યાંએ નીકળતું સાંભળ્યું છે ? બીરબલનો આવો તરત અને ચમત્કારીક ખેલ જોઇ બાદશાહને બહુ ખુશી થઇ તેના ગુણની તારીફ કરવા લાગ્યો.

-૦-