કળા કૌશલ્યતામાં જે માણસ પ્રવીણ હોય છે તેને લક્ષ્મી અનુકુળ ન રહેવાથી તે માણસ સદા દારિદ્રવસ્થા ભોગવે છે. આવો એક માણસ એક દીવસે બીરબલની પાશે જઇને કહ્યું કે, મારા આ ઘડપણને લીધે મારો ધંધો મારાથી બરાબર ચાલી શકતો નથી. આપ જાણો છો કે વીધા અને લક્ષમીની વચ્ચે બાપા માર્યા જેવું વેર ચાલે છે ? વળી જ્યાં વિધા ત્યાં લક્ષમી નહીં અને લક્ષમી ત્યાં વિધા કવચીતજ વાસ કરે છે, તોપણ તેથી દીલગીર ન થતાં હું એમ માનુ છું કે, હુન્નર એજ સાચો કીંમતી હીરો છે ? અને આપ જેવા કદરદાનો તેની કદર જાણો છો ? દયાવંત ! ઓછામાં પુરૂં પંદર દીવસ થયા મારા કમનશીબે મારો એકનો એક કમાઉ દીકરો ગુજરી ગયો છે, તેથી મારા હાથપગ ભાંગી પડવાને લીધે મારી મતી મુઝાઇ જવાથી મહા મુશીબતમાં આવી પડ્યો છું અને તે દુર કરવા માટે આપની પાશે આવ્યો છું માટે મને થોડા ઘણા ધનની સહાયતા અપાવશો તો ઇશ્વર આપનો સદા જય કરશે ! આ સાંભળી બીરબલે થોડાક રૂપીઆ અને એક સાકરનો કાંકરો તે કારીગરને આપી કહ્યું કે, હાલ તમારા પોષણ માટે આ જુજ રકમ લઇ જાઓ અને આ સાકરના કાંકરાનો આપ આપની કારીગરીને કેળવી સુંદર ન પારખી શકાય તેવો હીરાને ટક્કર મારે એવો એક હીરો બનાવી લાવો એટલે બધી ઉપાધી મટી જશે. કારીગરે કહ્યું કે, ચાર દીવસની અંદર તેનો હીરો બનાવી આપને લાવીને બતાવીશ. એટલું કહીને પોતાને ઘેર આવી તે સાકરના કાંકરાનો એવો સરસ હીરો બનાવ્યો કે જે જોતાં એકવાર ઝવેરી લોકો પણ ગોથું ખાઇ જાય !
આ બનાવતી હીરો લઇ તે ત્રીજે દીવસે બીરબલને જઇ બતાવ્યો. આ જોતાંજ બીરબલ ઘણો ખુશી થઇને