પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા ૨૩મી.
-૦:૦-
ચંદ્રકાંતા અને બીલબલની ભેટ.
-૦:૦-

ચાહે સુન અસુર નર નાગ વર ભુપ સીધ્ધ.

ચાતુરકી ચાહના તો બેદ ચારો કરેં હેં.

અકબરની દરબારને સકલ જગતમાં શોભાવનાર, અને અકબરના બદલ ન્યાયને દીપાવનાર બીરબલે ભારત ભુમીના ભુષણરૂપ દંપતીઓ અને તેની પ્રજાઓના મન પોતાની અથાગ શક્તિના પ્રબલથી પોતા તરફ હરી લીધાં હતાં.

એક વખત મણીપુરના રાજા ચંદ્રકાંતે બીરબલના પરાક્રમનો ચમત્કાર જોવા સારૂં કોઈને પણ પોતાની સાથે ન લેતા એકલો ઘોડેસ્વાર થઇ દીલ્લી શહેરની નજદીક આવી પહોંચ્યો.

એટલામાં એક રસ્તાના મધ્ય ભાગમાં બેઠેલા લંગડા ભીખારીએ કહ્યું કે, 'અહો ! સુભાગી ! આપ કોઇ કુલીન ઉદારવ્રતીવાળા અને પરોપકારી માણસ હો એમ જણાય છે, આવું ધારી આપને કરગરી કહું છું કે, આ પાસેના દીલ્લી શહેરમાં કાંઇ કારણસર જવું છે. પણ મારા પગ બહુ અશક્ત થઇ પડવાથી જઇ શકાતું નથી. માટે આપ જો મને આપના ધોડા ઉપર બેસાડી શહેર સુધી લઇ જશો તો મહોટી મહેરબાની ! ઇશ્વર આપનું ભલું કરશે.' આ દયાજનક વાણીના વચનો સાંભળતાજ રાજાને બહુ દયા આવવાથી આ લંગડાને પોતાના ઘોડા ઉપર બેસાડી ઘોડાની લગામ હાથમાં પકડી આગળ ચાલવા લાગ્યો. રંગ છે એવા પર ઉપકારી રાજાઓને ?

જ્યારે આ બંને જણ નગરના મધ ભાગમાં આવ્યા ત્યારે રાજાએ તે લંગડા ભીખારીને કહ્યું કે, હવે તમે ઘોડા પરથી ઉતરી તમારૂં કામ સિધ્ધ કરો.' આ સાંભળી ભીખારીએ કહ્યું કે,'ઘોડા પરથી નીચે ઉતર એવું મને તું કહેનારજ કોણ ? શું આ તારો ઘોડો છે ? ગુપ ચુપ દોરી પકડી આગળ ચાલ્યો જાત. ગળે પડવાની વાત નહીં કર.' આવું લંગડાનું સાંભળીને તે પરગજુ રાજા ખેદ પામી મન સાથે વિચાર કરવા લાગ્યો કે, 'અરે પ્રભુ ! ધર્મ કરતાં ધાડ ! દયાનો આ બદલો ? ઉપકારને બદલે અપકાર ? આને નીતી કહેવી કે અનીતી ! શું દુનીઆ આવી ઠગારી હશે ! કેવો નીચ માણસ ! એને જરા પણ શરમ આવતી નથી ! શું આવી રીતે ગળે પડી મારો ઘોડો પચાવી પાડશે ! ઠીક છે. એ પણ હું જોઇશ ! એ એની કપટજાળ ક્યાં