પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઘોડો આનંદથી આગળ આવીઓ તેથી મેં માની લીધું કે એ ઘોડાનો ખરો માલીક આજ છે ! તેમજ તે ન્યાયથી પણ સંતોષકારક પરીણામ ભાસતાં હતાં. ખરો ન્યાય મળવાથી માણસને કંઇ બોલવાનું રહેતું નથી.'

આ પ્રમાણેની બીરબલની ખુબીનો ખેલ જોઇ રાજા આનંદમયી બની બીરબલની બુધ્ધિના વખાણ કરતો પોતાના વતનનો માર્ગ લીધો.

શાર - વીવેકી સદાચરણી અને બુધ્ધિશાળી જનમંડળ ખરા અંતકરણથી ચહાય છે, ભેટે છે, અને માને છે. બુધ્ધિશાળી સત અને અસતનો ભેદ જુદો પાડી શકે છે, પણ જુગારી, રંડીબાજ, જુઠો, ચાડીઓ, અદેખો અને પારકી મતા ખઇ જનારો આ જગતમાં ધીકારને પાત્ર ઠરે છે અને તેવા પાપીઓને કોઇ પણ સદગુણી બારણે ન બાંધતાં તેનાથી નવ ગજના નમસ્કાર કરે છે. માટે દરેક માણસે સત્યને ચાહવું.


-૦-