પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કાઢ્યો. બીરબલે ચોર અને શાહુકારની પરીક્ષા કરી કચેરીમાં આવ્યો અને લંગડાને કહ્યું કે, 'પારકો માલ હજમ કરી જવાનો તેં અપરાધ કીધો છે તે અપરાધની બદલ તને પચાસ ફડકા બાંધી મારવાનો અને આ ઘોડો આ મુસાફરને આપી દેવાનો હુકમ કરૂં છું.'

આ હુકમને અમલમાં મુકતાજ કચેરી બરખાશ્ત થઇ. તે જોઇ ચંદ્રકાંત રાજાએ બીરબલ આગળ જઇ પુછ્યું કે, હું મણીપુર નગરીનો ચંદ્રકાંત નામે રાજા છું. તમારી ચતુરાઇ પરાકમ અને બુધ્ધિની લોકો મારફતે ઘણીજ પ્રશંસા સાંભળીને આપના દર્શન કરવા માટે આપની ભેટ લેવાની ઇચ્છાથી આવ્યો છું. રસ્તામાં આવતાં આ લંગડાએ છેતરીને મને ફસાવ્યો. પરંતુ તમારી બુદ્ધિબળ માટે જેવા વખાણ સાંભળતો હતો તેવાજ નજરે જોઈ આનંદ પામ્યો છું. હું પુછું છું કે તમોએ આજે જે ત્રણે કેસનો ચુકાદો આપ્યો છે, તે કયા ન્યાયના આધારે આપ્યો છે ! તે કૃપા કરીને કહેશો ?'

બીરબલે સભ્યતાથી કહ્યું કે, અહો, રાજેંદ્ર ! ઘાંચી અને ખાટકીની થેલી ઘેર લાવીને ખાલી કરીને રૂપીઆ કાઢી લઇને ઉના પાણીમાં નાંખી ખુબ ધોવરાવી પાછા થેલીમાં ભરી દીધા. અને તે ધોએલ રુપીઆનું પાણી બારીકીથી તપાસતાં લાલ રંગ અને વાસ મારતા જણાયું. આ ઉપરથી વીચાર કરી મન સાથે ઠરાવ કીધો કે, આ થેલી ઘાંચીની નહીં, પણ ખાટકીની છે, જો ઘાંચીની હોત તો તે પાણીમાં તેલની વાસ વગર આવી દુરગંધની વાસ મારત નહીં, અને ઉપર તેલની છારી તરી નીકલત. આવી તપાસ ઉપરથી એમ સિદ્ધ કરાયું કે, લોહી માંસથી વાસ મારતા રૂપીઆ ખાટકીનાજ છે ? એને તેજ આધારે તેની તકરારનો ફેસલો આપ્યો.

હવે જો સ્ત્રીની મતા કાજી પચાવી ગયો હતો, તે કેમ કઢાવવી તે માટે હું કાજીને ઘેર જઇ કાજીને કહ્યું કે, મારે અગતના કામ માટે પ્રદેશ જવાનું છે. માટે આપ સહવારે કચેરીમાં આવજો એટલે સભાસદોની સમક્ષ આપને મારી જગાએ નીમીશ. અને મારી તમામ દોલત તમને સોંપીશ. આમ કહીને મારે ઘેર આવ્યો, અને પછી તે ફરીયાદણ બાઇને મુકેલી અનામત લેવા મોકલાવી. કાજીએ સંકલ્પ વિકલ્પ કર્યા પછી એવા ઠરાવ પર આવીઓ કે, 'જો હું બાઇનો અનામત માલ નહીં આપીશ તો તે બાઇ ફરીયાદ કરવા બીરબલ પાશે જશે તો મારા બુરા કામનો કાળો પડદો ઉઘડી જશે તો બીરબલ પોતાનો ઓધો અને ખજાનો ન સોપતાં મને બે આબરૂ કરી કાઢી મુકશે. માટે આમ ન બને, અને મારી ઠગાઇ કોઇના જાણમાં ન આવે, એટલા સારૂ અનામત પાછી આપી બાઇને વીદાય કરવામાંજ લાભ છે. એમ ધારી અનામત પાછી આપી દીધી.

જ્યારે તમને બંનેને અશ્વશાળામાં લઇ જઇ ઘોડાઓ પાસે ઉભા રાખ્યા ત્યાર તે લંગડાએ તે ઘોડાને ઓળખી તેની પાસે ગયો કે તરત ધોડો ચમકીને જરા દુર હઠી ગયો. તેથી લંગડો ગભરાઇ લજીત બની નીચું ઘાલી ઊભો રહ્યો. અને આપ જ્યારે ઘોડા પાસે ગયા ત્યારે