પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને તે શું કહે છે તે હકીકત મને પાછી કાલે આ વખતે જણાવજે એટલે તેનો તરત ફેંસલો આપીશ.' એમ કહી તેણીને ઘેર જવાબની રજા આપી.

ખાટલી ઘાંચી અને આ સ્ત્રીના કેસનો ચુકાદો બીજે દીવસે આપવાનો મુલતવી રાખી રાજા અને લંગડા ભીખારીનો કેશ હાથમાં લઇ બીરબલે બંનેને પુછ્યું કે, 'આ અદલ દરબારમાં જે સાચું હોય તે કહેજો.જરા પણ જુઠું જાણવામાં આવશે તો તે ગુન્હા બદલ યોગ્ય શીક્ષા કરવામાં આવશે.' આ બંનેએ તરત દરબાર સામે સોગન ખાઇને પોતાની હકીકત કહી સંભળાવી. આ બંનેની હકીકત સાંભળીને બીરબલે તેઓને કહ્યું કે, 'આ ઘોડાને અહીં મુકી જાઓ; અને કાલે આવજો. એટલે જેનો ઘોડો હશે તેને સોંપવામાં આવશે.

……………
લોકોનો ઉમંગ

આ ત્રણે કેસના ચુકાદા માટે બીજે દીવસે શહેરમાં તેની ચમત્કારીક ચરચા ફેલાવાથી પુષ્કળ લોકો તે જોવાને આતુર બની કચેરીમાં એકઠાં થયાં.

બીજે દીવસે કચેરી ભરાતાં જ બીરબલે પ્રેક્ષકોની સમક્ષ ખાટકી અને ઘાંચીને પીંજરામાં રાખી એકના હાથમાં ગીતા અને બીજાના હાથમાં કુરાન આપી કહ્યું કે, 'કહો કે આ થેલી મારી છે.' આ સાંબળી બંને જણ પોત પોતાના ધર્મના સોંગન ખાઇને કહ્યું કે, આ થેલી અમારી છે.' આ જોઇ બીરબલે તુરત તે થેલી ખાટકીને આપી ઘાંચીને પછાસ ફટકા બાંધી મારવાનો હુકમ આપ્યો.

પછી તે બાઇને બોલાવી પુછ્યું કે, કેમ બાઇ ! કાજીએ તારો અવેજ દીધો કે નહીં !' આ સાંભળી બાઇએ કહ્યું કે, 'મને મારો અવેજ મળી ચુક્યો છે. તે બાઇના આ વેણ સાંભળતાંજ બીરબલે તરતજ કાજીને બોલાવીને સર્વની સમક્ષ કહ્યું કે, 'તમે ન્યાયધીશનું કામ કરવા લાયક છો ? તમને આબરૂદાર ગણી અનામત રાખવા પેટી સોંપી અને તે પાછી માગે ત્યારે તેને જુઠી પાડી ઉલટી ધમકી આપવી કે ખોટુ બોલનારના ઘરબાર લુંટી લેવામાં આવે છે ? કે વાહ ! કાજીજી વાહ ! આપ કાજી ખરા ! આમજ લોકોને લુંટતા હશો ? આમ લુંટી લુંટી કેટલુંક ધન સંપાદન કીધું છે ? તમે રાજનો મ્હોટો અપરાધ કીધો છે તે અપરાધને બદલે તમને આજથી તમારા ઓદ્ધાપરથી દુર કરવામાં આવે છે. બસ, એટલીજ શીક્ષા આપી એક વખત જતાં કરવામાં આવે છે. ફરીથી આવું કામ કરશો નહીં.' બીરબલના આવા કટાક્ષ કથન સાંભળતાંજ કાજી જંખવાણો પડી નીચું ઘાલી સભા સ્થાન છોડી ગયો.

ખાટકી, ધાંચી, સ્ત્રી અને કાજીના કેશનો ચુકાદો આપ્યા પછી બીરબલે તરત ચંદ્રકાંત અને તે લંગડા ભીખારીને બોલાવી પોતાની અશ્વશાળામાં લઇ જઇ કહ્યું કે, આ ઘોડાઓ બાંધ્યા છે તેમાંથી તમારો ઘોડો ઓળખી કાઢી લીઓ.' લંગડાએ બહુ ફાંફાં માર્યા પણ તે ઘોડાને ઓળખી ન શકવાથી શરમીંદો બની ગયો. આ જોઇ રાજાએ તરત પોતાનો ઘોડો ઓળખી