પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૬૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બીરબલના પુછવાથી આ ખાટકીએ પોતાની સ્પષ્ટ બુદ્ધીથી બીરબલને કહ્યું કે, એ થેલી મારી છે, એની નથી, તેલ આપી તેના બદલામાં આ આખી થેલી પચાવી જવા માગે છે. તે કેમ પચવા દઊ ? એન કપાલમાં ઉન્હા ડામ આપો એટલે પારકાની દોલત પચાવી પાડવાની ખોડ ભુલી જાય ? એ એવો ધંધો કરીને ધનવાન બન્યો છે. કંઇક્ને ચુનો ચોપડાવી માલેતુજાર બન્યો છે, બહુ દીવસે ચોર સપાટામાં આવ્યો છે, માટે તેને એના પાપની શીક્ષા કરી મારી થેલી મને અપાવશો.

આ પ્રમાણે આ બંનેની વીચીત્ર પ્રકારની દલીલો સાંભળી લઇને બીરબલે તેઓને જણાવ્યું કે, તમે તે થેલી મારી પાસે મુકી જાઓ, કાલે આવજો, એટલે તમારા કેસનો ફેસલો આપીશ.'

……………
કાજીને શીક્ષા.

આ કેસનો ચુકાદો બીજા દીવસ પર મુલતવી રાખવા પછી એક નારીએ એક કાજી ઉપર ફરીયાદ નોંધાવી હતી, તે બદલ તે નારીને બીરબલે પુછ્યું કે, તારી ખરી હકીકત શું છે તે પ્રતિજ્ઞા ઉપર રહી સાચું કહે ? તે નારીએ પ્રતિજ્ઞા લઇને કહ્યું કે, મારા ગામનો કાજી એક ઇનસાફૂ, નિપક્ષપાતી અને પ્રમાણીક છે એમ ધારી હું પાંચસો મોહરો અને કીમતી સામાનની એક પેટી ભરી કાજીને ઘેર લઈ જઇને કાજીને કહ્યું કે, 'મને કાંઇ કારણસર બહાર ગામ જવું છે, અને મારૂં કામ કરી એ માસમાં પાછી આવું ત્યાં સુધી આ મારા માલની પેટી રાખશો તો આપની સેવા બજાવી આપના હકમાં કુદાની બંદગી કરતી વખતે સારી દુવા ચાહીશ, તેના ઉત્તરમાં કાજીએ મને કહ્યું કે, બાઇ તું મારો ભરૂશો રાખી તારા કીમતી માલની પેટી મારે ઘેર મુકવા આવી છે તો તે ખુશીની સાથે મારે પેટી સાચવવી જોઇએ ! માટે ખુશીથી મુકી જા, એમાંથી એક કોડીનો પણ માલ આડો અવળો થાય તેની જરા પણ બીક રાખીશ નહીં. જ્યારે જોઇએ ત્યારે પાછી લઇ જજે. આ પ્રમાણે કાજીના બોલવા ઉપર ઇતબાર રાખી મારી પેટી તેને સોંપી હું બહાર ગામ ગઇ. મારૂં કામ કરી થોડા દહાડામાં પાછી આવીને તે અનામત તરીકે સોંપેલી મારી કીંમતી પેટી પાછી માગી ત્યારે કાજીએ કહ્યું કે, બાઇ ! તારી અકલ ઠેકાણે છે કે ગુમ થઇ ગઇ છે ? આ તું શું બોલે છે ? પેટી શી અને વાત શી ? તું કયે દીવસે, કોની સામે તારી પેટી મને સોંપી ગઇ હતી ? આવું અધમ બોલતાં તને કોણે શીખવી છે ? તું જાણતી નથી કે જુઠું બોલનારનું ઘરબાર સરકાર લુંટી લે છે ? માટે જેમ આવી તેમ ચાલીજા, નહીતો બેઇજત કરી બહાર કઢાવીશ. આ પ્રમાણે કાજીએ મારો અનામત માલ ન આપતાં, મારૂં અપમાન કરી મને કાઢી મુકી, તેથી તેની દાદ મેળવવાને આપની હજુરમાં આવી છું. માટે ક્રુપા કરી મારો ગયેલો માલ મને અપાવશો. આ બાઇની મુખ જુબાની સાંભળી લઇને બીરબલે કેટલીકવાર સ્વસ્થ ચિત્તથી વિચાર કરીને કહ્યું કે, 'તું સહવારે કાજી પાસે જઇ મુકેલી અનામત પેટીનો ફરીથી એકવાર ઊઘરાણી કરજે