પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છે કે બાળક વહાલું ! જુઓ બીચારી વાંદરી પોતાના બચાનો પ્રાણ બચાવવા કેટલો બધો પ્રયત્ન કરી રહી છે ?' બીરબલે કહ્યું કે, 'જરા વાર થોભી જોયા કરો, હમણાજ તેનો દાખલો જણાઇ આવશે.' બીરબલની ઇસારત થતાજ સીપાઇઓએ પ્રથમ રચેલી યુક્તી મુજબ પાણીથી ભરેલો ખાડો ખાલી કરી નાંખી ધીમે ધીમે પાણી ખાડામાં જવા દીધું, પાણી ચઢતાં ચઢતાં છેક વાંદરાના ગળા સુધી ચઢ્યું કે તરત તેણીને બચાને બચવની આશા ફોકટછે એમ લાગવાથી, અને તેને બચાવવા જતાં મારો પ્રાણ જશે એવો વીચાર કરીને તે બીચારી વાંદરીએ નીરૂપાયથી પોતાના બચાને પગતળે ડાબી તે ઉપર ઊભી રહી પોતાનો પ્રાણ બચાવવા વળખાં મારવા લાગી. તે જોઇ બીરબલે ખાડામાંનું પાણી કાઢી નખાવીને વાંદરીને બહાર કઢાવી લઇ પછી શાહએ કહ્યું કે, 'કેમ ખાવીંદ ! અત્યાર લગી આ વાંદરીને બચું કેવું પ્યારૂં લાગતું હતું, પરંતુ જ્યારે પોતાના જીવ જવાનો વખત નજીક દેખાયો ત્યારે બચાને જીવાડવાની આશા છોડી દઇ પોતાનો પ્રાણ બચાવવા ઉપાય આરંભ્યો. એવીજ રીતે માણસને પોતાનાં બાળકો વહાલાં છે, પણ જીવ ઉપરાંત વહાલા નથી. આવી રીતે સકળ જગતનો પ્રેમ સમજી લેવો.' આ પ્રત્યક્ષ દાખલો જોઇ બાદશાહ તાજુબી પાંઈ બીરબલની અકલના વખાણ કરવા લાગો.

સાર - આ વારતા ઊપરથી એમ સાબીત થાય છે કે, આ જગત કેવળ સ્વાર્થ જેટલોજ સંબંધ રાખે છે. ગરજ સરી એટલે વૈદ વેરી બને છે, તેમ જાણી વરતનાર માણસ આ ભવ સાગર ન તરતા, મહા પાપના અધીકારી બની ફરીને ચોરાશીના ફેરામાં પડી મહા દુઃખની યાત્રા કરે છે. પોતાના પ્રાણ સમાન બીજાનો પ્રાણ ગણનારજ ઉંચ ગતીને પામે છે.

-૦-