લખાણ પર જાઓ

પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વારતા બત્રીસમી.
-૦:૦-
પરીક્ષકોની બલીહારી ?
-૦:૦-

દુગ્ધ સ્વેત, દધી સ્વેત હૈ, હંસ સ્વેત બગ સ્વેત.

પડે મામલે જાનીએ, ઊંચ નીચકો ભેદ.

એક સમે બાદશાહને એક બીજા દેશના રાજાએ પત્ર લખી મોકલ્યો કે, 'અસ્લનો કમ અસ્લ, કમ અસ્લનો અસ્સલ, ગાદીકા ગધ્ધા, અને બજારકા કુતા. એ ચારે વસ્તુ શોધીને મારી તરફ મોકલી આપો, નહીં તો મારી સાથે લડાઇ કરવા તત્પર થાઓ. આવી મતલબનો પત્ર વાંચી બાદશાહ મન સાથે વીચાર કરવા લાગો કે, 'આમાં લખેલી ચીજો મળી શકે તેવી નથી, તો પછી લડાઇ કરવા વગર છુટકો નથી, પણ લડાઇ કરવાથી લાખો માણસો અને કરોડો રૂપીઆનો ભોગ આપવો પડશે તેનું કેમ કરવું? આમ શોકરૂપી સાગરમાં ડુબી બાદશાહ બેઠો હતો, એટલામાં બીરબલ આવી સલામ ભરી કહ્યું કે, અહો, ખલેકે ખાવીંદ એવાતો કેવા વીચારમાં પડી ગયા છો કે જેથી મુખ મુદ્રા નીસ્તેજ થઇ ગઇ છે ! એવું તે કેવું સંકટ આવી પડ્યું છે ? એવો તે કેવો મહા બળવાન દુસ્મન જબરદસ્ત ફોજ લઇ ચઢી આવ્યો છે ? જો એમ હોય તો સાવધ બની, ઉદાસીનો ત્યાગ કરી સેવકને જલ્દી ફરમાવો એટલે માથે ભમી રહેલા વીપતીના કાળા વાદળને વીખરી નાખવાને ઉતાવળેથી ઉપાય શોધીએ.' આવાં બીરબલનાં વાક્યો સાંભળી શાહને ઘણી ધીરજ મળી. શાહે તરત તે આવેલા રોહસેન રાજાનો પત્ર બીરબલના હાથમાં આપીને કહ્યું કે, અહો, સુજ્ઞ બીરબલ, વાંચી, વિચારી કહો કે, આને માટે શું કરવું ? બીરબલે તે પત્ર વાંચીને કહ્યું કે, સરકાર ? જે ચાર ચીજો મંગાવી છે તે હાલ તુરત મળી શકે એમ નથી. પણ તેને મેળવતાં કેટલોક વખત લાગશે ? માટે તે ચીજો વાસ્તે કશી પણ ચીંતા ન રાખતા, તે રાજા પાસેથી એક વર્ષની મુદ્દત માગી લો. પછી જોઈ લો, ફતેહના ડંકા !' બીરબલનો આવો વીચાર જાણી શાહના મુખપર પસરી રહેલી ઉદાસી ઉડી ગઇ, અને આનંદમય બની ઉત્સાહની સાથે પત્ર લખી એક વર્ષની મુદ્દત માંગી લીધી. આ પત્ર રવાના કર્યા પછી બીરબલે બાદશાહને કહ્યું કે, હવે ઢીલ ન રાખતાં તે ચારે વસ્તુ પ્રાપ્ત કરવાની ઘણી જરૂર છે. વખત પાણીના રેલા જેવો છે, તેને વહેતા વાર નહી લાગે, આ વસ્તુ શોધવા જતા એક લાખ રૂપીઆ જોઈશે ? તે