પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આપવામાં ઢીલ ન થવી જોઇએ !' બીરબલનો આવો આગ્રહ જાણી શાહે તરત ખજાનચીને કહી એક લાખ રૂપીઆ બીરબલને ઘેર મોકલાવ્યા. લાખ રૂપીઆ મળતાંજ, બીરબલે તે ચારે વસ્તુ મેળવવાને માટે પ્રદેશ જવાની શાહ પાસેથી કેટલાક માસની રજા મેળવી ઘેર આવ્યો. જોઇતાં સાહીત્યો સાથે લઇ, સાહુકારનો વેષ ધારણ કરી, રોહસેન રાજાનાં નગર ભણીનો રસ્તો લીધો. દેશ દેશાવરોની ચરચા જોતો જોતો કેટલેક દીવસે રોહસેનની નગરીમાં જઈ ચડ્યો. નગરીના રમણીક બજારના મધ્ય ભાગમાં આવેલા એક અતી શોભાયમાન મહેલ ભાડે રાખી મહોટા ઠાઠ માઠ સાથે સરાફી વેપાર ચલાવી પેઢી જમાવી દીધી.

બીરબલના મનોહર મહેલની સામેજ આવેલા સરકારી ચબુતરામાં કોટવાલ રહેતો હતો. ધીમે ધીમે તેની સાથે ગાઢી મિત્રાચારી બાંધી. કહ્યું છે કે, હાથ પોલો તો જગત ગોલો, પૈસો વેરીને પણ નમાવે છે ? તો પછી કોટવાલ જેવો, બીરબલ જેવાને વસ થાય તેમાં શી નવાઇ ? આ બે વચ્ચે ઘાઢો સંબંધ થતાજ, કોટવાલે નવીન પ્રકારના સુખો આપી ગાન તાન રંગ રાગની, મજાહ ચખાડી, બીરબલનું અંતકરણ પોતા તરફ ખેંચવા લાગો. જો નગરમાં કોઇ ગાનાર કે નાચનાર આવ્યું જોય તો તરત તેડી લાવે અને તેના રંગનો રસ ચખાડે, અને તેના બદલ તેને કોટવાલ જે રકમ આપવા કહે તે આ વેષધારી શાહુકાર આપે. આ પ્રમાણેના રંગ ઉડાડી આ બંને જણ મોજ માણતા હતા. એક સમે એક નવયોવના અને મદે ભરેલી રમણીક રંભા જે ગાયન કળામાં પ્રવીણ હતી તે મહાસ્વરૂપા સુંદરીને એક રથમાં બેસાડીને કોટવાલ શેઠ પાસે આવીને આગ્રહ સાથે કહ્યું કે, 'કોકીલાના કંઠને ટક્કર મારે, અને કોયલડીને ઢાંકી નાખે એવી આ ગાનારી અને નૃત્ય કરનારી શું મધુરી નાયકા છે, માટે તેના ગાન તાનની ધુની ઉરાડવા દેવી જોઇએ ?' તે સાંભળી શેઠે કહ્યું કે. 'થવાદો, મારી ક્યાં ના છે.' હુકમ મળતાંજ તે કામણગારી નાયકાએ નાચ અને ગાયનની રંગ છેલ કરી મુકી, સરસમાં સરસ રાગ રાગણીના આલાપ છેડી શેઠના મહેલને ગજવી મુકી શેઠને આનંદમયી બનાવી દીધો. આ નાયકાના મોહક ગાયનો સાંભળીને શેઠે કોટવાલને પુછ્યું કે, 'કોટવાલજી ! આ નાયકાને શું ઇનામ આપીએ કે જેથી તે સંતોષ પામે.' કોટવાલે કહ્યું કે, 'શેઠજી ? બસો રૂપીઆ આપો.' કોટવાલના કહેવા મુજબ શેઠે તે નાયકાને બસો રૂપીઆ ગણી આપ્યા. રૂપીઆ લઇ નાયકા બહુ ખુશી થઈ. મોંહ મલકાવી, કટાક્ષબાણ મારી, શેઠને નમન કરી, મન સાથે વીચાર કરવા લાગી કે, 'અત્યાર સુધીમાં મારા હાવભાવવાળા ગાયન અને નાચથી રીઝીને આના શીવાય કોઇએ પણ આવી ઉદારવૃતીથી આવું ઉંચું ઇનામ આપ્યું નથી. ગાયન કળાની ખુબી જાણનાર આજ શેઠ છે. તો પછી આવી કદર બુજનારને મુકી પાંચ પચીશની નજીવી રકમ માટે સા સારૂં બહાર ભટકવું જોઇએ ! મુરખાઓની તાબેદારી ઉઠાવવા કરતાં, આવા નરની ઉઠાવવામાં આબરૂ છે ? આવો વીચાર