પૃષ્ઠ:Birbal ane badshah.pdf/૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરી તે શેઠ પ્રત્યે બોલી કે, 'શેઠજી ! હું રૂપીઆની ભુખી નથી, પણ આપની સેવાની ભુખી છું. માટે કૃપા કરી, મારો દાસી તરીકે સ્વીકાર કરશો !' તે રમણીક રંભાનું આવું કોમળ વાક્ય સાંભળી શેઠે કહ્યું કે, 'જો તું શુદ્ધ પ્રેમની પ્રતીમા બની પ્રેમ પંથની પ્રતિજ્ઞા પાળવા ચહાતી હો તો મારી ના નથી ? ખુશીથી રહે, આનંદથી હાસ્ય વીનોદ કર, અને જે જોઇએ તે લે.' નાયકા તરત શેઠનો હાથ પકડી, પોતાના રથમાં બેસાડી પોતાને ઘેર લઇ ગઇ, અને નાના પ્રકારની કોકકળા શીખવી શેઠનું મન પ્રસન્ન કરી, આખી રજની રતિ રંગમાં ગુજારી, સહવાર થતાજ શેઠ પોતાને ઘેર જવાની રજા માગી. તેથી તે નાયકા ગદગદિત કંઠે કહેવા લાગી કે, 'અહો, હૈયાના હાર ! આમ જવા સજ થયા છો, પણ અહીંથી આપને જવા દેવા ચાહતી નથી. છતાં પણ આપ તરછોડી ચાલ્યા જશોતો અબળાનું કાંઇ જોર નથી !' શેઠે કહ્યું કે, 'અહો, દીલરંગી ! જરા પણ દીલગીર થઈશ નહી ? ખાઓ પીઓ અને અમન ચમન ઉડાવો ? માટે ખુશીથી રજા આપ, હું તારો છું તારાથી જરા પણ અળગો ન રહેતાં તને હંમેશાં મલીશ. આમ કહી શેઠ પોતાને ઘેર આવ્યો, અને કળાવતી સાથે પ્રેમમાં પડ્યો.

થોડાક દીવસ વીત્યા પછી કોટવાલે આવીને શેઠને પુછ્યું કે, 'શેઠજી ! તમે પરણ્યા છો કે કુંવારા !' શેઠે કહ્યું કે, 'જો કોઇ ઊંચા ખાનદાનની કન્યા મળે તોજ પરણવાની વાત બને ? નહીં તો પરણવા કરતાં કુંવારા રહેવું એ વધારે પસન્ન કરૂં છું.' કોટવાળે કહ્યું કે, 'શેઠજી ! એમ છે તો હું આપની ઉમેદ પાર પાડવા માટે ઉંચા કુળની કન્યા શોધી કાઢવાને ખચિત મહેનત કરીશ.' આ પ્રમાણેની ગોઠવણ કરી કોટવાળ પોતાને ઘેર વીદાય થયો.

થોડાક દીવસ બાદ કોટવાળે ઉંચા કુળની સ્વરૂપવાન સુંદરી શોધી કાઢી શેઠની સાથે વીધીયુકત પાણી ગ્રહણ કરવી આપ્યું. આવા ઉંચા કુળની કન્યા મળવાથી શેઠ ઘણો ખુશી થયો.

આ ગ્રહણી માટે શેઠ એવો નીયમ શરૂ કર્યો કે દરરોજ બહાર જતી વખતે જોરથી તે મનોરમાના વાંસા પર કોરડો મારવો અને પછી પોતાના કામ ઉપર જવું. આ પ્રમાણે કોરડા મારતા કેટલાક દીવસો નીકળી ગયા. પછી બજારમાંથી એક પાકેલું તરબુચ લાવી તેના બે ટુકડા કરી નાંખી લાલ રંગવાળા રૂમાલમાં બાંધી લઇને, દોડતો દોડતો ઘરમાં દાખલ થયો, અને પોતાની પરણેલ સ્ત્રી જોઇ શકે તેવી રીતે આંખની ભ્રમરો ચઢાવી, તેને સટાસટ બે કોરડા ખેંચી કાઢી કયું કે, 'જો આ રાજાના કુંવરનું માથું કાપી લાવ્યો છું તે આ પેટીમાં મુકું છું. માટે તું જો આ હકીકત કોઇને પણ કહીશ તો આ કુંવરની પેઠે તારા પણ બે કટકા કરી નાખીશ? માટે ખબરદાર રહેજે.'

એમ કહી તે બે કટકા પેટીની અંદર મુકી, તાળું મારી ઝટપટ ઘરની બહાર નીકળી ગયો. હજી તો શેઠ લાંબો ગયો નથી એટલામાં શેઠાણીએ મોટેથી રડવા લાગી. આ બુમોની બરાડો સામે આવેલા ચબુતરામાં બેઠેલા કોટવાળને કાને અથડાણી. તે સાંભળતાંજ