પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૨
પ્રેમાનંદ

ઢાળ

શણગાર સજતી સુંદરી તે, શોભતી શ્રીકાર;
નળ નથી આવ્યો મંડપે, માટે લગાડે વાર.
કૃષ્ણાગર મર્દન વાસવર્ધન, મહીલા કરે મંજન;
બહુ નાર આવે વધાવે, વરસે મૂકતાં પરજંન.
શુભ વચન બોલે શુકન વંદે, ઉદયો હર્ષ અનંત;
ભેરી નાદ થાયે ગીત ગાયે, બહુ કિંકરી નાચંત.
માનપૂરણ માનુની, મહીપટ મોહવા કાજ;
સ્વયંવરના સુભટ જિતવા, ધારે શ્યામા સાજ.
પ્રેમા પાશ લીધો પ્રેમદા, નાંખવા મંડપ ક્ષેત્ર;
ભ્રૂકુટિધનુષ આકર્શિયું ને, બાણ બંન્યો નેત્ર.
તારુણીને તેડાં મોકલે, રાય ભીમક વારોવાર;
કુંવારી બાહેર નીસરો, કારમાં ગ્રહીને હાર.
વાજીતર વાજે ઘોષ ગાજે, થાય કુસુમ ની વૃષ્ટ;
રાજા માત્ર જુએ બારણે, કેમ મળે દ્રષ્ટે દ્રષ્ટ.
ઓ કન્યા આવી, ઓ કન્યા આવી, ઘોષ એવો થાય;
શર શબ્દ વાજે ગાન થાએ, વાંકા વળી જુએ રાય.

વલણ

જુએ રાજા ફરી ફરી , કેવું હશે કન્યાનું રૂપરે;
એવે સામે દેવ ચાર સાથે, આવિયો નળ ભૂપ રે.

કડવું ૨૬ – રાગ:મારુ.

વાગી સ્વયંવરમાં હાક, તે નળ આવ્યોરે;
ભાંગા ભૂપ સર્વનાં નાક, ઓ નળ આવ્યોરે.
જાણે ઉદયો નૈષધભાણ, તે નળ આવ્યોરે;
અસ્ત થયા સહુ તારા સમાન, ઓ નળ આવ્યોરે.
તેજ અનંત અનંગનું અંગ, તે નળ આવ્યોરે;
જાણે કનક કાયાનો રંગ, ઓ નળ આવ્યોરે.
ઝળકે ઝળહળ જ્યોત, તે નળ આવ્યોરે;
મુગટપર ચળકે ઉદ્યોત, ઓ નળ આવ્યોરે.