પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૮૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૪
પ્રેમાનંદ

એક આસને બેઠી નાર, ઓ નળ આવ્યોરે.
દાસી ઉંચલી ચાલે ચાર, ઓ નળ આવ્યોરે;
શોભે સુંદર અતિ સુકુમાર, ઓ નળ આવ્યોરે.
જઇ પહોંતાં મંડપદ્વાર, ઓ નળ આવ્યોરે;

વલણ

બાહેર પધાર્યાં પ્રેમદા. ચતુરાં ઉંચલે ચારરે;
નળ બેઠો સિંહાસન, ચતુરા કિંતતી તેણી વારરે.


કડવું ૨૭ – રાગ: સારંગ.

મંડપ મધ્યે માનુની, આસના બેઠી જાય;
સ્વયંવર સુભટ ને સુંદરીમ વર્ણવું તે શોભાય.

છંદ હરિગીતની ચાલ

નૃપભિમક તનયા, રૂપ તનયા, રસીલી રંગ પૂરણા;
નર અંગના, દેવાંગના, માનિની મનમદ ચૂરણા.
દુઃખમોચની, મૃગલોચની, છે લલિતા લક્ષણવંતિ એ;
નિજ મન ઉલસી, વેણા વાસી, અલક લટ વિલસંતિ એ.
રાખડિ અમુલ્યે, શીશ ફુલે, સેંથે સીંદુર શોભિયાં;
શુભા ઝાલ ઝળકિત, રત્ન ચળકિત, ભૂપનાં મન લોભિયાં.
મુખા સુધા સિંધુ, અધર બિંદુ, ભ્રુકિટિ ભમર બે ગુંજ છે;
બે નેત્ર નિર્મળ, દિસે છે કમળ, ફૂલા ફૂલ્યાં કુંજ છે.
આંજેલા અંજન, ચપલા ખંજન, મીન મૃગા બે હારિયાં;
પડ્યા રાય શૂરા, જાયા પૂરા, બાન કટાક્ષે મારિયાં.
જુઓ વિવિધ પેરે, નયન ઘેરે, તિલક ભાલે કીધલાં;
દીપક પ્રકાશા, એમ નાસા, કીરનાં મન લીધલાં.
શોભીત દાડમ, બીજ રદા જ્યમ, કિબુક મધુકર બાળરે;
ગલબંધા જુગરા, હાર મુક્તા, માણિકમયા શોભાળ રે.
અબળાના અંબુજ, જ્યમ જુગ્મ ભુજ, બાજુબંધ ફુમતાં ઝુલે;
થાયા નાદ રણઝણ, ચૂડિ કંકણ, મુદ્રિકા કર બહુ મુલે.
દશ આંગળી , મગની ફળી, નખ જોત્ય જ્યમ પુખરાજ છે;
ફૂલના મનોહર, હાર ઉપર, આભૂષણ બહુ સાજ રે.
પડિ વેણિ કટિપર, જાણે વિષધર, આવી કરે પયપાન રે;
ગુચ્છ કુસુમ ઉદે, કુચ હૃદે, કુંજર કુંભસ્થળ માનરે.