પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૫૫
નળાખ્યાન

અલકાવલિ લલિતા, વહે સલિતા, ઉદર પોયણ્પાનરે;
છે ચિત્રલંકી, કટી વંકી, મેખલા ઘુઘર ગાનરે.
બે જંઘા રંભા, તના થંભા, હંસગત્ય પગ છાંડતી;
સુખપાળ મૂકી, રાયા ઢૂંકી, જાય પગલાં માંડતી.
નેપુર ઝમકે, અણવટ ઠમકે, ઘુઘરિનો ઘમકર છે;
ઘાઘરે ઘુઘર, અમુલ્ય અંબર, ફુલેલા છાંટ્યા અપાર છે.
ત્યાં અગરબત્તિ બળે, ચમર શિર ઢળે , રસિલિ રામા રાજતી;
ગાય ગીત કલોલક, ચંગ ઢોળક, મૃદંગ વેના વાજતી.
વળિ કીત અતિ ઘણિ, બોલે બંદણિ, ચાલે જ્યોતિષ્ઠિકદાર ત્યાં;
પંચ કામબાણે, કરિ સંઘાણે, રાજપુત્રને માર ત્યાં;
ભરમાઇને ભુપ, પડ્યા મોહકુપ, પ્રેમપાશે બાંધિયા.
ઠામથી ડગિયા, સવાર્થા રગિયા, સામી મીટે સાંધિયા.
કો આડા ઉતરે, ખુંખારા કરે, ભામિનિ નિચું ભાળે રે;
કો આસને પળ્યા, લડથડ્યા, શકે આવી લીધો કાળેરે.
બોલિ ના શકિયા, ચિત્ર લખિયા, કો નમે વારે વારેરે;
કો સમીપા ધશિયા, મુગટ ખશિયા, પુંઠેથિ સેવક ધારેરે.
કો કનક કાપે, લાંચ આપે, સાહેલીનેસાધે રે;
જોઇએ તે લીજે, વખાણ કીજે, વિવહા મારો વાધેરે.
લાંબિ ડોક કરતાઅ, નથી નરતા, કહે હાર અરોપરે;
ફરી મુગટ બાંધે, પ્રેમા સાંધે, પડ્યા ના વ ગ્રહ કોપરે.
રાય ગોરાં ગાત્રે, તૃણ માત્રે, તારુણી નવ લેખતી;
જોઈ મૂરખ મરડે, આંખ થરડે, સર્વને ઉવેખતી.

વલણ

અનેકને ઉવેખતી, અઅઘી ચાલી નારરે;
ગઈ એક નળ જાણી કરી, દીઠી પંચ નળની હારરે.

કડવું ૨૮ – રાગ: સારંગ.

મન ઇચ્છા નૈષધરાય તણી, કન્યા ગઈ નળરાય ભણી;
જુએ તો ઊભા નળ પંચ, કન્યા કહે, ‘આ ખોટા સંચ.
હંસનું કહ્યું અવરથા ગયું, નળનાથનું વરવું રહ્યું!
એક નળ સાંભળિયો ધરા, આ કપટી કો આવ્યા ખરા.