પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૩૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૬
પ્રેમાનંદ

દાસીને તવ હાસ્ય આવ્યું, દૈવનાં કૌતુક જોય;
વિશ્વ મોહિની દમયંતી તે, આ ભિયાને ક્યમ નહિ મોહોયે. બાહુકે∘
બોર ન ખાય કો કરતણાં, વિપરીત વપુનું વાન;
એવા ઉપર વળી કર્મ લડ્યાં, વળી રુપનું અભિમાન. બાહુકે∘
બલાત્કારે તેડ્યો બાહુક, દાસી થઇ બાંહેધર;
નીચી નાડે નળ ચાલિયો, જ્યાં ગૃહિણીનું ઘર. બાહુકે∘
જાતાં કહે છે કીકરીને, બ્રહ્મચર્યને છે ઘાત;
વૈદરભી વિકારે ભરી, મને વશ કરવાની વાત. બાહુકે∘
માધવી કહે બોલ વિચારી, કોણ ભાંગે છે ધર્મ;
વૈદરભી તને ક્યમ નહિ વરે, કરે અગ્નિ કર્મ. બાહુકે∘
નથી આશરો ગયા તણો, કહિ ભીડાવ્યાં કપાટ;
દાસીએ દેખાડી આંખડી, ત્યારે ચાલ્યો પાધરી વાટ. બાહુકે∘
બાહુકને બારણે બેસાડ્યો, ઢાળિ રુપાનો બાજઠ;
દમયંતી ઉમરા ઉપર બેઠી, આડું ધરિ અંતરપટ. બાહુકે∘
બાહુક ખુંખારે આળસમોડે, માંડ્યાં વિષયીનાં ચિહ્‍ન;
ચિત્ત મળ્યું ત્યાં ચક કશોરે, જો નથી ભિન્નાભિન્ન. બાહુકે∘

વલણ.

જો નથી ભિન્નાભિન્ન તો, મધ્યે અંતરપટ કશું;
નહિ બોલો જો મન મૂકી, તો અમો ઉઠીને જશું.

કડવું ૫૯ – રાગ કાફી.

વિનય સગાથે બોલ્યાં, વૈદરભી સુંદરી;
શા માટે ઉઠી જાઓ છો, તેડાવ્યા ખપ કરી.
અમને રહેવું ઘટે, બાંધી અંતરપટે;
બોલું કેમ પ્રગટે, પરપુરુષ નિકટે.
બેસોજી બાજઠે, બોલોજી ઉલટે;
ન પૂછું કપટે, બોલવું નિર્મળ ઘટે.
પુરુષ છેડાયો હઠે, ચાલે પોતાની ચટે;
હીંડે નારીને નટે, લાજે નહીં રાજવટે.
જે નર જન મને કાળા,મુખે વિષની જ્વાળા;
મૂકે વિજોગનાં ભાલાં, કેમ સહી શકે બાળા.