પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૩
સુદામા ચરિત્ર

અન્ન વિના પુત્ર મારે વાગલાં, તો ક્યાંથી ટોપીને આંગલાં?
વાયે ટાઢ, બાલકડાં રુએ, ભસ્મ માંહે પેસીને સૂએ.
હું ધીરજ કોણ પ્રકારે ધરું? તમારું દુ:ખા દેખીને મરું,
અબોટિયું-પોતિયું નવ મળે, સ્નાન કરો છો શીતળ જળે.
વધ્યા નખ ને વધી જટા, માથે ઊડે રાખોડીની ઘટા,
દર્ભ તણી તૂટી સાદડી, તે ઉપર નાથ! રહો છો પડી.
બીજે-ત્રીજે કાંઈ પામો આહાર, તે મુજને દહે છે અંગાર,
હું તો દારિદ્ર-સમુદ્રમાં બૂડી, એ વાતનમાં એકેકી ચૂડી.
લલાટે દેવા કંકુ નહીં, શરીર અન્ન વિના સૂકું સહી,
હું પુછું લાગીને પગે, એવું દુ:ખ સહીએ ક્યાંહાં લગે?
તમે કહો છો દહાડી, ભરથાર! માધવ સાથે છે મિત્રાચાર,
જે કો રહે કલ્પવૃક્ષની તળે, તેને શી વસ્તું નવ મળે?
જે જીવ જલમાં ક્રીડા કરે, તે પ્રાણી કેમ તરસે મરે?
જે પ્રગટ કરી સેવે હુતાશ, તેને શીત કેમ આવે પાસ?
અમૃતપાન કીધું જે નરે, તે જમ કિંકરનો ભય કેમ ધરે?
જેને સરસ્વતી જીભે વસી, તેને અધ્યયનની ચિંતા કશી?
સદગુરુનાં જેણે સેવ્યાં ચરણ, તેને શાનું માયાવરણ?
જેને જાહ્નવી સેવી સદા, તેને જન્મમરણની શી આપદા?
જેનું મન હરિચરણે વસ્યું, તે પ્રાણીને પાતક કશું?
જેને સ્નેહ શામળળિયા સાથ, તેહના ઘરમાં ન હોય અણાથ.
છેલ્લી વિનતી દાસી તણી, પ્રભુ! પધારો ભૂધર ભણી,
તે ચૌદ લોકનો છે મહારાજ, બ્રાહ્મણને ભીખતા શી લાજ?

વલણ

લાજ ન કીજે નાથજી! માધવ મનવાંછિત આપશે,
કૃપા, ઋષિ! કૃષ્ણ ત્રૂઠા, દારિદ્રનાં દુ:ખ કાપશે.

કડવું ૩ – રાગ મારુ

જઈ જાચો જાદવરાય, ભાવઠ ભાંગશે રે,
હું તો કહું છું લાગી પાય, ભાવઠ ભાંગશે રે.
ધન નહિ જડે તો ગોમતી-મજ્જન- દર્શન-ફળ નવ જાય. ભાવઠ..
સુદામો કહે, "વિપ્રને નથી માગતાં પ્રતિવાય,
પણ મિત્ર આગળ મામ મૂકી જાચતાં જીવ જાય.