પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૨૯૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
અખો

ડે નહીં જે પૃથ્વી સુવે,કને નહીં તે કો શું ખુવે;
ટાઢું ઉનું નોહે આકાશ,પાણીમાં નોહે માંખણ છાસ;
બ્રહ્મજ્ઞાન એવું છે અખા,જ્યાં નૈં સ્વામી સેવક સખા. ૭

ક નહીં તાં બીજું કશું,જાણું નૈં શું વાસો વસું;
પંચ નહીં ત્યાં કેની શાખ્ય,વણ રસના અચવ્યો રસ ચાખ્ય;
અખા સમજે તો સમજી જુવે,બાપના બાપને ઘેલાં રૂવે. ૮


આભડછેટનિંદા અંગ

ભડછેટ અંત્યજની જણી,બ્રાહ્મણ વૈષ્ણવ કીધા ધણી;
બારે માસ ભોગવે એ બે,સૌને ઘેર આવી ગઇ રહે;
અખા હરિ જાણે જડ જાય,નૈં તો મનસા વાચા પેશીરે ક્યાંય. ૯

પોતાનાં પડખાં નવ જુવે,હાડ ચામડા મુરખ ધુવે;
શુદ્ધ કેમ થાય જો ચામડું,મોટું માંહે એ વાંકડું;
હરી જાણ્યા વિના ભૂલા ભમે,અખા પાર ન પામે ક્યમે. ૧૦

શ્વર જાણે તે આચાર,એ તો છે ઉપલો ઉપચાર;
મીઠાં મૌડાં માન્યાં દ્રાક્ષ,અન્ન નોય અન્નમાંની રાખ;
સોનામખી સોનું નવ થાય,અખા આંધળીને પાથરતાં વાણું વાય. ૧૧


ગુરુ અંગ

ગુરુ થઈ બેઠો હોંશે કરી, કંઠે પહાણા શકે ક્યમ તરી;
(જ્યમ) નાર નાંનડી હવું પ્રસૂત, વળતી વાધે નહીં અદ્ભુત;
શિષ્યને ભારે ભારે રહ્યો, અખા એમ મૂળગેથો ગયો. ૧૨

પોતે હરિ નહીં જાણે લેશે, કાઢી બેઠો ગુરુનો વેશ;
સાપને ઘેર પરોણો સાપ, મુખા ચાટી ચાલ્યો ઘર આપ;
એવા ગુરુ ઘણાં સંસાર, તે અખા શું મૂકે ભવ પાર. ૧૩
 
તું તારું સમજીને બેશ, કાં કોળે દિલે પ્યારી મેશ;
તુંબડું જેમ માંહેથું મરે, જે લઇ પેશે તે સૌ તરે;
તરુવર ફળ દેવા નવ જાય, અખા આવી જાચે તે ખાય. ૧૪

હેલો તું પરમારથ પ્રીછ, પચે ગુરુ થવાને ઈચ્છ;
પારો મુવો તે રોગ નિર્ગમે, પચે ભોજના બોળું તે જમે;
ત્યમ નિરાશે મલે નારાયણ, અખા તું પહેલે એવું જાણ. ૧૫