પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૮૧
અખો

૨૮૧
 

ણ્યું ગણ્યું તે એટલું કરે,જેમ બેસે વાયુ સુકડ્ય વૈતરે;
તેણે ફળે કરી પંડિતા પૂજ્ય, સંતને સૂકડ્યની પડ સૂજ્ય;
સંત તે જા હરિધનના ધણી, અખા ગત્ય આપે આપણી. ૧૯૧

પંડિત તે વિદ્યા કર્ષણી, સંતા તો ચે તે ફળના ધણી;
બી પાણી હરિનું નિર્ધાર, ઉપાય કરાવી આપે આહાર;
અખા ભોગા ભોગીને કાજ, વઢે સેવક રાજાને રાજ. ૧૯૨

ફુલિશ મા નામ વૈષ્ણવ ધરે, શું થયું ઘેરઘેર ખાતો ફરે;
કોઇ રાજા નામ ધર્યો નોય રાજ, નરપતિ થયે નરપતિનું કાજ
અખા અર્થ ઇચ્છિશમા કશા, અખા તે જા મોટાને દશા. ૧૯૩

કોય આળસા કોય ક્રોધે થયો, વાટે વેસા પહેરીને ગયો;
નહિ મહેનતા વેઠે નહિ સાય, વંદે વિશ્વ એ ફલ મહિ માય;
હરિને અર્થે અખા એક વિચાર, પચે સમું પડે તેમ રહે સંસાર. ૧૯૪

વિશ્વ વિચારે કાંઇ નવ લહે, વહેતા સાથે સૌ કો વહે;
આડંબર કરે મોહે કરી, જે જ્યાં તે ત્યાં બેઠા ઠરી;
અખા પશુ જેમ યવનને હળે, મહાજન મૂકી તે સંગે પળે. ૧૯૫

ણસમજ્યો જીવા ને બીજું ઝાંખરું, જ્યાં દેખે ત્યાં વળગે ખરું;
પ્રકૃતિ મલે તો ત્યાં તે અડે, નહીં તો પાચું વાટે પડે;
એમ અખા સઘળો સંસાર, ઝામર ખોળે કરે વ્યાપાર. ૧૯૬

લું જાણે તો પાચો ભાજ, પયા ટળે જેમ પ્રગટે આજ;
દૂધ રહે તો થાય નહીં નવું, ધૃતા સાહત પડે ડાટવું;
એમ અખા વિશ્વ કાચું શમે, જામણ વિના બહુ ધૃતા નિર્ગમે. ૧૯૭

વિશ્વ વસ્તુમાં શાનો ફેર, જે મણ એકના ચાળીશ શેર;
નાના કાટલે સઘળા પિંડ, મન કહિયે વૈરાટ બ્રહ્માંડ;
હરિમાં વિશ્વને ને વિશ્વમાં હરિ,એમ અખા સૌ ઘરનું ઘર કરી. ૧૯૮

વિશ્વ ભજંતા વસ્તુ ભજાય, નીર નદીને સાગરે જાય;
લોક સકલ હરિ વેદા જા વદે,બ્રાહમણ મુખ ને સંતને હૃદે;
મુખે જમે વાણી ઉચ્ચરે, પણ હૈયામાં હોય તે કરે;
તે માટે હરિ ભજવા સંત, અખા ભવનો આણો અંત. ૧૯૯

મોટમા દીધી હરિજન ખમે, હરિશું બોલે હરિશું રમે;
જનને દીથે હરિ સાંભરે, તે જો હરિજન સાથે ફરે;
જેમા દીવે સમરસ ઊજાસ, એમ અખા હરિ ને હરિદાસ. ૨૦૦