પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૯૭
જ્ઞાનદગ્ધ અંગ.


જોગ ધ્યાન તપ તીરથ ત્યાગ, ભક્તિ કર્મ ને વૃક્ષ વૈરાગ;
વિષય વર્ત્ય નાના વિધ ભોગ, ચાલ્યો જાય છે ચેતન જોગ;
અખા સર્વ સ્વામીના રંગ, સદા સર્વદા આપ અભંગ. ૩૪૯

અખા જોતાં ત્યાં વસ્તુ વડે, બીજું આપોપું નવ જડે;
એમ જોતાં કોણ કેને ભજે, પામણહાર ન લાધે રજે;
અદબદ સ્વામી અટલ અનાદ્ય, એ સમજ્યા વિના સઘળો વાદ. ૩૫૦

હાથ પગાળો સુંદર શ્યામ, એવો અટકળ્યો લોકે રામ;
એવા પ્રભુતણા અમે દાસ, જેનો હશે વૈકુંઠમાં વાસ;
ક્યારે કે તે લે અવતાર, તો એમ અખા કેમ પામે પાર. ૩૫૧

સકળ ચરણ શિર કર અવેવ, સકળ શબ્દ બોલે જે દેવ;
તેમાં ઉગી નીકળ્યું સહુ, નિત્ય ખરે નિત્ય વાધે બહુ;
કેમ કહું કો કાળે અવતાર, જો તે વડે ચાલે સંસાર. ૩પર

કદલીસ્થંભ ઘણાં પડ વળે, વચમાંથી લુંબો નીકળે;
જક્ત કાતરો કેલ મહા ભૃત, જે વડે રંભા તે અદ્‌ભુત;
અખા અરૂપી ઉગ્યો જોઇ, પૂર્વપક્ષ ન કરવો નવ પાડ્યો. ૩૫૩

એમ અખાને હરિ ત્યાં જડ્યો, કાયાક્લેશ કરવો નવ પડ્યો;
ત્યાં લગે ધૂપ પૂજાપર વાલ્ય, જ્યાં નહિ લાધી હરિની ભાળ્ય;
અજ્ઞાન સહુને મૂસળ માંય, અળગા અળગા સૌ કો ધાય, ૩૫૪

તરણા ઓથે ડુંગર રહે, એવો ઉખાણો સર્વે કહે;
તરણું તે જીવનો અહંકાર, તે પાછળે રહ્યો કર્તાર;
અખા અહંકાર વધાર્યો ગમે, તે માટે જીવ ભવમાં ભમે ૩૫૫

કર્મ ગ્રહે એવું શું સદા, સુખમાંથી આવે આપદા;
જેમ વગડામાં કીજે તાપણું, તેણે સૂઝે ન સૂઝે થોડું ઘણું;
કર્મતણી એવી ચકચુંધ, અખા ન ભાગે મનની રુંધ. ૩૫૬

જ્ઞાનદગ્ધ અંગ.

જ્ઞાનદગ્ધ તે બળ્યા ઓગણા, કથતા વધતા દીસે ઘણા;
વાવ્યા ન ઉગે અન્ન ન થાય, તેમ બ્રહ્મકર્મ બેઉથા જાય;
કહે અખો નર વંઠ્યા સરે, નરનારીની નિંદા કરે. ૩૫૭

બ્રહ્મ કર્મ ઉભેથા ભ્રષ્ટ, જેમ અધછેધા કુકટને કષ્ટ;
સંપ્રદાય શુદ્ધ ન આવ્યું જ્ઞાન, મનમાં તે જ્ઞાનીનું માન;
કહે અખો નર મુક્તા ફરે, નગર છુટી ધેનુ ઓખર કરે. ૩૫૮