પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૧૯
વેદ અંગ


કાગળમાંથી જાય કપૂર, શોકે સૌનેએનું નૂર;
ગર્વ ગાંઠ્થી મોહે અજાણ, સૌને પીલે એક જ ઘાણ;
ખોખાં કરી નાંખે તત્કાળ, અખા એવો કરડો કાળ. ૫૬૮

ઘોડા પૂર આવે જેમ નદી, ક્ષણમાં સંપત દીસે વધી;
પળમાં તેનો થાયે વરો, જેવો ચાશ તઅનો આફરો;
એમ સંસાર આવે ને જાય, અખા તેને કયાં પતિવાય. ૫૬૯

હિત દેશ વૈજુંઠ ગયા રામ, કુળ લઇ કૃષ્ણ પહોંતા નિજ ધામ;
પ્રાકૃત જીવતની શી વાત, મોટે ઠામે ઘાલ્યો ઘાટ;
થયો પદારથ ટાળે કાળ, વળગ અખા નિર્ગુણની ચાલ. ૫૭૦

પુન્ય પાપ લખિયાં ઋષિ જને, જેણે જેવું માન્યું માને;
બ્રાહ્મણ કહે સત્ય કરવા યજ્ઞ, પશુવધ કીધે હોય પુન્ય;
જૈન કહે એ હિંસા પાપ, અખા ધર્મ પણ જુજવા થાપ. ૫૭૧

ખ્યા પ્રમાણે સહુ કો વદે, ધર્મ રાખવો સૌને હૃદે;
બોલ્યું ન મળે કેનું એક, આપ આપણી રાખે ટેક;
જાંગડ રાખી સૌ ઓચરે, અખા સહુ કો વદતા મરે. ૫૭૨

માણસ પેં દેવ ઉત્તમ લખે, ત્યાં મદ્ય માંસને ભખે;
તેને માથે ન ગણે પાપ, બલી આપીને સૌ કહે બાપ;
અખા ગહન એ ચાલ્યું જાય, રામ જાણે નિસ્તારો થાય. ૫૭૩

હુ સામર્થ્ય હોય ચે જ્યાં, બુધનું બળ નહિ ચાલે ત્યાં;
દેવી દેવ રાક્ષસ સિદ્ધિવંત, તેનાં ચરિત્ર ન સમજે જંત;
તેને શિર ન ગનાએ પાપ, અખા બુધ્ય લગન આલાપ. ૫૭૪

બુદ્ધિ પ્રમાણે લખી લખી ગયા, બુદ્ધિ પ્રમાણે વાંચે રહ્યા,
બુદ્ધિ પ્રમાણે સહુ સાંભળે, બુધ્યાતીતથી સૌ ચળવળે;
તેને અખા સમજે જે કોય, પરાતીતથી પોષણ હોય. ૫૭૫

જેમ અરૂપ અગ્નિ રહે ચમક વિષે, પ્રગટ થયા પચિ સહુ લખે;
રૂપ ધરી બહુ પરાક્ર્મા કરે, બુધ્ય વિલાસા સહુ કો આદરે;
પણ પ્રગટ્યાને કાળની દધા, અરૂપ અખા સદોદિત સદા. ૫૭૬

રૂપી અગોચરથી બળ કરે, દ્રુમ વિષે જેમ નિર પરવરે;
થડ મૂળ શાખા પત્રને ફૂલ, રગો રગે નીર ચડ્યું અમૂલ;
પાણિ સદા અખા અવિનાશ, પણ થઇ આવ્યુ6 તે થાએ નાશ. ૫૭૭