પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૨૪
અખો


પર ચલ્યો માર્ગ લે અખા, નહીં કો સાથી કો નહીં સખા;
ધની થયામાં સઘલો ધંધ, જેમ રૂપ નહીં દેખે અંધ;
ગગનગામિને નહીં અટકાવ, યુવતીને મન બહુ ભાવ. ૬૧૮

ઉંઘ્યાને સ્વપ્નાંતરા ઘણાં, ઉત્તમ મધ્યમા વેદે ભણ્યાં;
જાગ્યા ઉંઘ્યાથી અળગું હૃદેય, ત્યાં અખો આરોપી વદેય;
સમજ્યાને છે સરખું સદા, અણસમજ્યો ભોગવે આપદા. ૬૧૯

ખો જેહ નર રહે અમન, તેવું કરવું સર્વ જતંન;
જેમ જિહ્વા પંચામૃત ખાય, ખાતી કરતી નહીં લેપાય;
વણ ખાધે કર થાય ચીકણો, એવો ભેદ અણલિંગીતણો. ૬૨૦

ખા અલિંગી વાત અગાધ, લિંગી નરને નહીં તે સાધ્ય;
સકળ લોક તે વૃક્ષ્જ કહે, પણ ચે ન કહે જે બીજે રહે;
જોતાં સઘળો લક્ષમાં ફેર, લક્ષ ઉદ્યોત ને લક્ષ અંધેર. ૬૨૧

સામો કો દુઃખ દાતા નથી, જેમ તાળી ન પડે એક હથી;
સ્વપ્ને દીસે નરો અનંત, તેમ જ અચતાં પ્રગટે જંત;
અખા વસ્તુપણે જાગશે, તેને એનો અનુભવ હશે. ૬૨૨

છતો દ્વેષ ને અચતો રાગ, રાગા દ્વેષ માયાનો ભાગ;
 તજશે તે દ્વેષે કરી, જે ભજશે તે રાગ અઅદરી;
સ્વસ્વરૂપ ત્યાં બેઉએ નહી, ગુરુ લક્ષે અખા જો ઘેરથી. ૬૨૩

પ્રવૃત્તિ નિવૃત્તિના સઘળા વેશ, ભિક્ષુક થાકે થાય નરેશ;
રમત રમે ચે માયા કાળ, મધ્ય અહંકાર વહે છે ગાળ;
મહાનિધમાં રાજાની દ્રષ્ટ, અખા રમત પાસે નહીં સ્પષ્ટ. ૬૨૪

કારણ દ્રષ્ટિ હોય જંન, તેનો અનુભવ નોય અસન;
દેખે કીરન સરિખાં સૂર, જેનું વસ્તુ વિષે છે ઉર;
અખા ચક્ષુ આંજે ગુરુદેવ, ત કોઇ સમજે એનો ભેવ. ૬૨૫

મજુ તે અનસમજુ થાય, અણસમજુ સરખું સમજાય;
એની કોયે કદી નહિ સાખ્ય, અનુભવ જે ઉઅન્યો તે દાખ્ય;
નિજ ઘર વરતી જે કો હશે, અખા તે એકમાં પહોંચશે. ૬૨૬


કુટફળ અંગ

તિલક કરતાં ત્રેપન વહ્યાં, જપમાળાનાં નાકાં ગયાં;
તીરથ ફરી ફરી થાક્યાં ચર્ણ, તોય ન પહોંચ્યા હરિને શર્ણ;
કથા સુણી સુણી ફુટ્યા કાન, અખા તોય ન આવ્યું બ્રહ્મજ્ઞાન. ૬૨૭