પૃષ્ઠ:Bruhad Kavyadohan Granth 1.pdf/૩૬૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૩૩૨
અખો


પ્રસન્ના થઇ પ્રભુ પ્રેમે મળ્યો, જોગ જોગારથ કરવો ટૅળ્યો;
વિધિ નિષેધ ને થાપ ઉથાપ, સંકલ્પ વિકલ્પ ટળ્યો સંતાપ;
પ્રગટ્યો ઉરમાં પ્રેમાનંદ; પિયે સુધારસા પ્રેમદા વૃંદ;
સખી સમાગમ સદા નિજધામ, અખા એ રસ તેનું નામ. ૬૯૮

ખે રસની ચાલે ચે નદી, તે બ્રહ્મા વેત્તા પીએ ભગવદી;
આળપંપાળ જેને આળસ્યું, સમા દ્રષ્ટિ સમજ્યા તે સમું;
કંઇ કંઇ કહેણી કથતા ફરે, અખા બ્રહ્મવેત્તા ભાગ્યે નીસરે. ૬૯૯

બ્રહ્મવેત્તા કેમ દર્શે ભાઇ, જે બ્રહ્મ કલામાં રહ્યા સમાઇ;
મેલી આંખે જે કોઇ ધાય, બ્રહ્મવેત્તા કેમ દર્શ્યા જાય;
અખા આંખ જો ઉપએ નવી, તો બ્રહ્મવેત્તા દર્શે અનુભવી. ૭૦૦

મેલી આંખને બેસે મળો, કથા કીર્તના કરે થૈ ભલો;
પચી સામ્સામા થૈ કરે જબાપ, અહંકૃતિ જ્ઞાને વાધે આપ;
કેટલાકને જુદ્ધ કથ્યાનું જોર, અખા સિદ્ધાંતા ના સમઝે કરે બકોર. ૭૦૧

મજુને સમજુનો સંગ, અણસમજુને આપે અંગ;
સમજુ અણસમજુ મર ભેળા ભમે, ભેળા બેસે ને ભેળા જમે;
અણસમજુ તે આંધળા કુવા, સમજુ સજ્જના સરસો ગાઉ જુના. ૭૦૨

સે વેગળા મર સમજુ સજ્જન, તોયે ત્યાંથી અર્પે મંન;
પ્રપંચ રીતે ના રાચો ભાઇ, એવી પરાપરની છે સગાઇ;
એમા અનુભવી અનુભવીને લખે, અળગો રહે વિંધાણા પખે. ૭૦૩

વ્રેહે વેંધ્યો તે જાએ આપ, સજાને શો વ્રેહેનો સંતાપ;
સાજો તે સાજાને ગાય, વ્રેહની વેદના વેંધ્યાને થાય;
સાજા તો શાકટને જાણ, વ્રેહનો વેંધ્યો જ્ઞાની વખાણ. ૭૦૪

શાકટને તો અનીતિ સાર, જેમ અકાગને અશુભનો આહાર;
તો તો તેનું માને સુખ, કાળો કાળનાં ભોગવે દુઃખ;
શાકટને લાગે સુધારસ બાણ, પણ જ્ઞાનીના તો વેંધે પ્રાણ. ૭૦૫
 
જ્ઞાની વજ્રને સુધા કરિ ગણે, શાકટ તો સુધાને વિષ ભણે;
શાકટ જ્ઞાની બેઉ જાણવા માંય, અળગા કોઇ કોઇ મ કેશો ક્યાંય;
શાકટનો પ્રવૃત્તિ પરિવાર, જ્ઞાનીનો તો નિવૃત્તિ કુમાર. ૭૦૬

બેઉને કરિયે એક, તો ગાદિયે બેસે જ્ઞાના વિવેક;
ગ્યાની વિવેકી ઠેરાવ્યા રાય, આસુરીનાં થાણાં ઉઠી જાય;
અદલા થયું ત્યારે સવ્વાશેર, વિષ્ટિ કરતાં ચૂક્યું વેર. ૭૦૭