પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૨૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૩
અભિમન્યુ આખ્યાન.

________________

અભિમન્યુ આખ્યાન કડવું ૫૫ મું-રાગ વેરાડી.* અર્જુન પુત્રને ઘણું ટળવળે છે, તેથી ત્રિકમ બમણું વળવળે; દ્રષદરાયે આસનાવાસના કરીછ, રોયે પુત્ર નવ આવે ફરીછે. ઢાળ, ફરી ન આવે રુદન કીધે, નાહ્યા અને વિશ્વાધાર; પછી સજ થઈને સવ્યસાચી, પુછ ભીમને સમાચાર. કેમ પડ્યો એ પુત્ર મારે, કુળ બન્યું કે તા; નાસતાં મુઓ કે સામો મુઓ, એને બાણ કેણે માર્યું. ભીમ કહે ભત્રિજો પડ્યો, વાણીએ વર્ણએ નહી; કૌરવ કુજર મદીયા, એ સૌભદ્ર માટે સિહી. દશ સહસ્ત્ર સુભટ સહાર્યા, મા અયોધ્યાને રાજેન; સોળ સહસ્ત્ર સુભટ સંગાથે, માય લક્ષમણ તન. શલ્ય સુત કમરથ માય, વળી કર્ણ સુત વૃષસેન; કૌરવ સેના નાસતી, જેમ વાઘ ભયથી ધેન. સવા અક્ષોહિણી સૈન્ય માયું, એણે રાડ કીધી એવી; પછી કૌરવે કપટ કીધુ, મોક જયદ્રથ બનેવી. તેણે અમને ખાળ્યા ભાઈ ગયે એકલો સુભટ; સાતમે કેડે બાણ સાધી રહ્યા છે ખટ રથ. સર્વે મળા અકળાવિયે, ને જાણે કેમ કીધો નાશ; અમે જેવા ગયા તે, કાળકેતુ પો દીઠે પાસ. સાંભળી તે બોલ્યો અર્જુન, મુખે તે ખોંખારીઓ; મસ્તક છેદ્યા વિના એને, વેગળેથી મારીઓ. થે અનર્થ કીધો, ખાળ્યા ભાઈ તમે, એ પાપીને વિદારવાની, પ્રતિજ્ઞા કરું છઉં અમે. સ્નાન સંખ્યા ખટકર્મ, બ્રાહ્મણ થઈ મુકે જેહ, કાલે જયદ્રથને ને મારું તે, પાપ મુજ શીર તેહ. ક્ષત્રી જે કાઈ રણ તજે, ને ગૌ બ્રાહ્મણને ઉથાપે; કાલે જયદ્રથને ન મારું તે, બેસે શીર મુજ પાપે * પા રાગ ધનાશ્રી. પા “તે વધ કર્યો જાએ નહિ.”