પૃષ્ઠ:Bruhat Kavyadohan Granth 2 (1913 - Edition 3).pdf/૬૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૬૪૩
સતીગીતા.

સતીગીતા. ઉથલા લાજ મર્યાદા જે તજે, વળી ધરાવે ઉપહાસ; તે સૌ વિધવા માત્રને, શિર એક એક ઉપવાસ. સંન્યાસણના વેશ ધારે, નાણુના કરે વેશ; તે વિધવા એક દિવસ ત્યાગે, મન્નતા લવલેશ, પુરુષ કરેા વેષ ધારે, જે વિધવા તજી લાજ; એક દિવસ તે અન્ન તજે, મહા દોષ મઢવા કાજ, કેમ ઉખાડે ભાલના, વળી ભમે ઘર ઘર જે; પર ઘેર જઈ બેસી રહે, કરે એક ઉપાષણ તેમ. સાસરિયાં સમ પિયરીયાંસું, સતિ કરે ઉપહાસ; તે વિધવા શુદ્ધ થાય ત્યારે, કે કરે એક ઉપવાસ. આપને ખાળે ચઢી, જે મેસે વિધવા નાર; એક દિવસ ઉપવાસ કીધે, ન રહે દોષ લગાર. નર નારી સંગની કરે, માતા આગળ વાત; મુક્તાનદ કહે એક ઉપેષણુ, કીધે શુદ્ધ સાક્ષાત કડવું ૬૮ શું. નર નારી સંભૅગની વાત, વિધવા સુણે કહે સાક્ષાતળ; એક દિવસ બે કરે ઉપવાસજી, તા એ પાતકના થાય નાથજી. ઉથલા તે એ પાતક નાશ થાયે, અત્ર ત્યાગે દિન એક; વિધવા થઈ ગાળા દીયે, તેના પશુ મજ વિવેક. જે વિધવા ઢાળી રમે, વળી બૂ મેાલે કાય; એક દિવસ અપવાસ કીધે, પાતક છૂટે સાય. જે વિધવા થઇ લક કરું, ધરે ક્રાઇને શીશ; એક દિવસ ઉપવાસ કીધે, રીઝે શ્રીજગદીશ. સાસરિયાં સંગ લાજ ત્યાગી, માલે વિધવા જે; એક દિવસ ઉપવાસ કીધે, છુટે પાતક તેહ. મહા પાપી કાય કામની સગ, વિધવા રાખે ખાર; એક દિવસ ઉપવાસ ફ્રીધે, છૂટે પાપ અપાર.