પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બુદ્ધ-મહાવીર

જન્મ-મરણથી
મુક્તિ

૧. બુદ્ધ અને હાવીર એ આર્યોની પ્રકૃતિનાં બે ભિન્ન સ્વરૂપો છે. જગતમાં જે સુખ અને દુઃખના સર્વને અનુભવ થાય છે તે સત્કર્મ અને દુષ્કર્મના પરિણામ રૂપે છે એમ સ્પષ્ટ જણાય છે. જે સુખ અથવા દુઃખનું કારણ શોધી શકાતું નથી, તે પણ કોઇક કાળે થયેલાં કર્મનું જ પરિણામ હોઈ શકે. હું ન હતો અને નહિ હોઈશ, એવું મને કદી લાગતું નથી; તે પરથી આ જન્મ પહેલાં હું ક્યાંક પણ હોવો જ જોઇયે અને મરણ પછી ક્યાંક હોઇશ જ. તે સમયે પણ મેં કર્મ કર્યાં જ હશે, અને તે મારા આ જન્મનાં સુખદુઃખનું કારણ

૧૦૫