પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૧૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બુદ્ધ-મહાવીર


હોવાં જોઇયે. ઘડીયાળનું લોલક જેમ ડાબી બાજુથી જમણી બાજુએ અને જમણીથી ડાબી બાજુએ ઝુલ્યાં જ કરે છે, તેમ હું જન્મ અને મરણની વચ્ચે ઝોલાં ખાનારો જીવ છું. કર્મની ચાવીથી એ લોલકને ગતિ મળી છે, અને જ્યાં સુધી એ ચાવી ચડેલી છે, ત્યાં સુધી મારાથી એ ઝોલામાંથી છૂટાશે નહિ. એ ઝોલાંની સ્થિતિ દુઃખકારક છે; એમાં કદીક સુખનો અનુભવ થાય છે, પણ તે અત્યંત ક્ષણિક છે, એટલું જ નહિ પણ એ જ સામો ધક્કો લગવવામાં કારણરૂપ થાય છે, અને તેથી પરિણામે દુઃખરૂપ જ છે. મારે એ દુઃખકારક ઝોલાંમાંથી છુટવું જ જોઇયે. કોઇ પણ પ્રકારે મારે એ ચાવીનો ફેર ઉતારવો જોઇયે. આવા પ્રકારની વિચારશ્રેણીથી પ્રેરાઇ કેટલાક આર્યો જન્મ-મરણનાં ઝોલાંમાંથી છુટવાને-મોક્ષ મેળવવાને વિવિધ પ્રકારના પ્રયત્ન કરે છે. કર્મની ચાવી જેમ બને તેમ જલદી ખવાપી દેવાના એ પ્રયત્નો કરે છે. આર્ય પ્રજામાં થયેલા ઘણાં મુમુક્ષુઓ આ પુનર્જમના વાદથી ઉત્તેજીત થઇ મોક્ષની શોધે લાગે છે. એની શોધખોળમાં જેને જે જે માર્ગે શાન્તિ થઇ - જન્મ-મરણની બીક

૧૦૬