પૃષ્ઠ:Buddha Ane Mahavir.pdf/૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
કેટલાક પ્રસંગો અને અન્ત

.


પોતાના જેવી સુંદર કન્યાનો અસ્વીકાર કરવાથી એ કુમારીને અપમાન લાગ્યું. વખત આવ્યે બુદ્ધ પર વેર વાળવા એણે મનમાં નિશ્ચય કર્યો. જતે દહાડે એ ઉદયન રાજાની પટ્ટરાણી થઇ.

એક વાર બુદ્ધ કૌશામ્બીમાં આવ્યા. શહેરના લફંગાઓને પૈસા આપી આ રાણીએ એમને શીખવ્યું કે જ્યારે બુદ્ધ અને એના શિષ્યો શહેરમાં ભિક્ષા માટે ફરે, ત્યારે એમને ખૂબ ગાળો દેવી. તે ઉપરથી જ્યારે બુદ્ધનો સંઘ ગલીઓમાં પેસે કે ચારે તરફથી એમના ઉપર બીભત્સ ગાળોનો વરસાદ વરસવા લાગ્યો. કેટલાક શિષ્યો અપશબ્દોથી મુંઝાયા. આનંદ નામના એક શિષ્યે શહેર છોડી જવા બુદ્ધને વિનંતિ કરી.

બુદ્ધે કહ્યું, "આનંદ, જો ત્યાં પણ આપણને લોકો ગાળો દેશે તો શું કરીશું?"

આનંદ બોલ્યો, "બીજે ક્યાંય જશું."
બુદ્ધ - અને ત્યાં પણ એમ થાય તો?
આનંદ - વળી કોઇ ત્રીજે ઠેકાણે.
બુદ્ધ - આનંદ જો આપણે આ પ્રમાણે નાસભાગ કર્યા કરીશું, તો નિષ્કારણ ક્લેશભાગી જ થઈશું. એથી ઉલટું જો આપણે આમના

૫૧