પૃષ્ઠ:Chhellun-Prayan.pdf/૧૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૮
છેલ્લું પ્રયાણ
 

 ખેડૂત સાંતી લઈ નીકળ્યો, તેને પૂછ્યું: ‘બોચવળી ગામમાં કોઈ ઘસત આવી છે?’ ખેડુએ હા કહી. રાયદેએ એક ચિઠ્ઠી લખાવી એ ખેડુને દઈ ઘસતને પહોંચાડવા કહ્યું. ચિઠ્ઠીમાં લખેલું કે, તમે જેટલા સરકારની હરામની ખીચડી ખાવાવાળા મારી પાછળ ફરો છે ને ઠેકઠેકાણે કંગાળ પ્રજાને હેરાન કરો છો, ને ધમકાવી પૂછો છો કે રાયદે ક્યાં છે, તો હું જણાવું છું કે હું રાયદે અહીં ચેકના ડુંગર પર છું, જેને મળવું હોય તે આવજો.

આમ પોતે જ્યાં જાય ત્યાં લાલ વાવટો ચડાવે, હોકો પીતો બેસે, ફૂલેકે ચડે, અને અછતો ન રહેતાં સામે ચાલી સંદેશા કહેવરાવે.

પછી એ સાતેક રાજની ફોજો સાથે ધીંગાણું થતાં ફોજો ભાગી, ત્યારે રાયદે બોલ્યો :––

‘ભેંસા ભાઈડે જેડા ભાઈડા થે ને ભજોતા, નીમક હરામ કરોતા ? ડાઢીયું રખીયું ઈન, બંદૂકું ગાળીયું ઈન, ને ભજોતા ! તે સરમાઈન્દા નાઈ ! કોઈ રજપૂત ઈન, કોઈ મકરાણ ઈન, કોઈ પઠાણ ઈન, ને આંઈજો પાણી કિતે વ્યો ! મુકે તો આંઈ ગોતીન્દા વા. રાત ને ડી ગોઠ ગોઠ ફિરન્દા વા, ને માડુકે પૂછન્દા વા કે રાયદે કિતે ઈન. ને આજ આંઈકે આંઉ મીળ્યો તો આંઈ તો મુલાકાત નાંઈ કરીન્દા ને ભજોતા ! હેડા કાયર બાયલા આંઈ હન્દા હેડી મુકે ખબર નાંઈ વઈ. નીખર આંઉ આંઈકે ન મીડ્યો હુન્દ. પણ હણે દાઢીઉં